Rupala-Kshatriya/ ‘સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન નહીં’

રૂપાલાના મુદ્દે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાનેતી મળેલી બેઠક બાદ પરસોત્તમ રૂપાલાના નિવેદન અંગે ક્ષત્રિય સમાજમાં વિરોધ અટકવાનું નામ લેતો નથી. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સીએમ નિવાસ્થાને એકાએક બેઠકનું આયોજન કરવામાં આવ્યા બાદ સુખદ સમાધાનની આશા વચ્ચે ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ લઈને પોતાના વલણને લઈને અડગ રહ્યા હતા.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 85 1 ‘સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન નહીં’

ગાંધીનગરઃ રૂપાલાના મુદ્દે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાનેતી મળેલી બેઠક બાદ પરસોત્તમ રૂપાલાના નિવેદન અંગે ક્ષત્રિય સમાજમાં વિરોધ અટકવાનું નામ લેતો નથી. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સીએમ નિવાસ્થાને એકાએક બેઠકનું આયોજન કરવામાં આવ્યા બાદ સુખદ સમાધાનની આશા વચ્ચે ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ લઈને પોતાના વલણને લઈને અડગ રહ્યા હતા.

સીએમના ઘરે મળેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વાભિમાન સાથે સમાધાન આજે પણ નહીં અને આવતીકાલે પણ નહી થાય, આંદોલન જારી રહેશે. આ ઉપરાંત પરસોત્તમ રૂપાલા જ્યાં જ્યાં પ્રચાર કરવા જશે ત્યાં ત્યાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવશે. ક્ષત્રિય સમાજ દરેક જિલ્લામાં સંમેલનનું આયોજન કરશે. આગેવાનોએ એક સૂરમાં જણાવ્યું હતું કે ક્ષમા વીરસ્ય ભૂષણમમાં માફીની વાત છે, પરંતુ તે માબેટી માટે ન હોય.

સીએમના ઘરે સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની હાજરીમાં ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજનો સૂર એક જ હતો કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. આમ આખી બેઠક દરમિયાન ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા પર અડગ રહ્યો હતો.

આના લીધે હવે ગુજરાત ભાજપ અવઢવમાં આવી ગયું છે. ગુજરાત હાઈકમાન્ડ કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે ચર્ચાવિચારણા કર્યા પછી હવે પછીનો નિર્ણય કરશે. વચગાળાનો રસ્તો કાઢવાની ભાજપના નેતાઓની માંગણી નામંજૂર કરવામાં આવી છે.

આ વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા આજે ઉમેદવારીપત્રક ભરવાના છે. રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાંથી ક્ષત્રિયો આવ્યા હતા. આ સંમેલનમાં ભાજપને પડકાર આપતા ક્ષત્રિયોએ એક જ સૂરમાં 19મી સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનું આખરીનામુ આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ

આ પણ વાંચો:કેસર કેરીથી જાણીતા આ જીલ્લાના રાજકારણની આ છે ખાસીયત,વાંચો મંતવ્ય ન્યૂઝનો ખાસ અહેવાલ

આ પણ વાંચો:વિઝા એજન્સીના માલિકે જીમ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી