Ahmedabad News: અમદાવાદમાં વિધર્મી યુવકે મહિલા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. બોડકદેવમાં મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બોડકદેવમાં ભાડાના મકાનમાં રહેતી એક યુવતી અમદાવાદ રહેવા આવી હતી. ત્યારે તેની મિત્રતા સલૂનનું કામ કરતા વિધર્મી યુવક સાથે થઈ હતી. તેણે મહિલાને નોકરી પર રાખી ભાગીદાર બનાવી હતી. મહિલાને એક દિવસ સાંજના સમયે મહિલા સલૂનમાં હાજર હતી અને તેની તબિયત ખરાબ હોવાથી આરોપીએ દવાના નામે કેફી પદાર્થ પીવડાવ્યુ હતું.
મહિલા બેભાન થતાં આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તથા ફોટા અને વીડિયો બનાવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ
આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા