બનાસકાંઠા/ ભીલડી રોડ પર સર્જાયો અકસ્માત, બે નાં મોત, 13 લોકોને થઈ ઇજા

બનાસકાંઠાના ભીલડી રોડ પર બ્રિઝા ગાડી અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 13 લોકોને ઇજા પહોંચી છે.

Gujarat Others
અકસ્માત
  • બનાસકાંઠાના ભીલડી રોડ પર અકસ્માત
  • ભીલડીના ખેટવા નજીક સર્જાયો અકસ્માત
  • બ્રિઝા ગાડી અને છકડા વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત
  • અન્ય 13 લોકો થયા ઇજાગ્રસ્ત
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ગુજરાતના માર્ગ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી એક પછી એક માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહે છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના ભીલડી રોડ પર બ્રિઝા ગાડી અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 13 લોકોને ઇજા પહોંચી છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :ધારાસભ્ય આશાબેન પટેલના નિધન પર PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ભીલડી રોડ પર ખેટવા નજીક આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કાર નંબર GJ 12 DG 8906ની બ્રિઝા ગાડી  હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહી તે દરમિયાન છકડા સાથે અગમ્ય કારણોસર જોરદાર ટક્કર થઈ હતી. જેમાં રિક્ષામાં હાઇવે પર ફંગોળાઈ ઢસડાઈ ગઈ હતી. અકસ્માત વખતે છકડામાં ડ્રાઈવર સાથે કુલ 15 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજયાં હતા જ્યારે 13 લોકોમાંથી મોટાભાગનાને નાની મોટી ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો :રાજકોટમાં નકલી માર્કશીટ અને ડીગ્રી વેચવાનું કૌભાંડ ઝડપાયું…..

ઘટનની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળા વળ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કઈ રીતે સર્જાયો તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મૃતક બંનેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને અસ્કમાતના બનાવની જાણ કરવામાં આવી હતી. ઘટનાની તપાસ આરંભી દેવાઈ છે. હાલ તો મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો :લીંબડી નગરપાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં 3790 અરજીનો હકારાત્મક નિકાલ કરાયો

આ પણ વાંચો :જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો એક ઘરમાં બે વ્યક્તિઓને નોકરી આપશે : જગદીશ ઠાકોર

આ પણ વાંચો :વિધવા પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતાં બે બાળકના પિતા એવા પ્રેમીએ ગળામાં માર્યા ચપ્પુના ઘા…