રાજકોટ/ સદરની જેનીસ પેલેસ હોટેલમાંથી રૂ.40 લાખની વીજ ચોરી પકડાઈ

રાજકોટ પીજીવીસીએલ વિજિલન્સ વિભાગ દ્વારા આજરોજ ઇન્ફોર્મેશનના આધારે સદર વિસ્તારમાં વીજજોડાણના ઇન્સ્ટોલેશન ચેકિંગ કરતાં ધી જેનીસ પેલેસ નામની હોટેલ વીજચોરીમાં પકડાઈ ગયેલ હતી

Gujarat
Untitled 68 5 સદરની જેનીસ પેલેસ હોટેલમાંથી રૂ.40 લાખની વીજ ચોરી પકડાઈ

રાજકોટ પીજીવીસીએલ વિજિલન્સ વિભાગ દ્વારા આજરોજ ઇન્ફોર્મેશનના આધારે સદર વિસ્તારમાં વીજજોડાણના ઇન્સ્ટોલેશન ચેકિંગ કરતાં ધી જેનીસ પેલેસ નામની હોટેલ વીજચોરીમાં પકડાઈ ગયેલ હતી . વીજબોર્ડના ટ્રાન્સફોર્મર પાસેના ડીસ્ટ્રીબ્યુશન બોક્સમાંથી થ્રી ફેઇઝ કેબલ જોડી અન્ડરગ્રાઉન્ડ કરીને પોતાની હોટેલના લોડ સાઈડમાં ડાયરેક્ટ જોડવામાં આવેલ  હતા . આમ થ્રી ફેઇઝ મીટર બાયપાસ કરી સીધું વીજજોડાણ લઇ પાવરચોરી કરતાં રંગેહાથ પકડાઈ ગયેલ .

આ પણ  વાંચો; કચ્છમાં વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ, ઘુષણખોરો માટે લાલ જાજમ બનતો દરિયાકિનારો

આ વીજજોડાણ સાજીદભાઈ અહમદભાઈ જિન્દાણીના નામનું છે , જેનો કોન્ટ્રાક્ટેડ લોડ 25 કે.ડબલ્યુ . છે . આ જોડાણમાં લોડ ચેક કરતાં કુલ 48.59 કે.ડબલ્યુ . લોડ જોડવામાં આવેલ . આ વીજજોડાણ કાપી નાખવામાં આવેલ છે અને મીટર સર્વિસ ઉતારી વધારાનો થ્રી ફેઇઝ કેબલ કબજે લીધેલ છે. આ વીજચોરીનું અંદાજીત બીલ રૂ . 40 લાખ જેવું થશે.રાજકોટમાં વીજવિભાગ દ્વારા હાલમાં મોટા પ્રમાણમાં વીજ દરોડા ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વીજજોડાણોના ચેકિંગ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, સ્કૂટી, લેપટોપ અને બે એલપીજી સિલિન્ડરનું વચન

ઉપરોક્ત વીજજોડાણના ચેકિંગમાં વિજિલન્સ સ્કવોડના નાયબ ઈજનેર કગથરા તથા મારડિયા તથા પોલીસ વિભાગમાંથી એ.જે. મુલીયાણા , હેડ કોન્સ્ટેબલ તથા વીજ કચેરીનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ હાજર રહી વીજચોરી પકડી પાડેલ હતા.