Gujarat election 2022/ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાને કોંગ્રેસ કપડવંજ બેઠકની ટિકિટ આપી શકે છે!

ગુજરાતની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે ત્યારે કોંગ્રેસે પણ ઉમેદવારો જાહેર કરવા માટે તૈયાર છે પરતું હાલ પાર્ટી છોડીને નેતાઓ ભાજપનો દામન પકડી રહયા છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
3 12 પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાને કોંગ્રેસ કપડવંજ બેઠકની ટિકિટ આપી શકે છે!

ગુજરાતની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે ત્યારે કોંગ્રેસે પણ ઉમેદવારો જાહેર કરવા માટે તૈયાર છે પરતું હાલ પાર્ટી છોડીને નેતાઓ ભાજપનો દામન પકડી રહેયા છે. હાલ કોંગ્રેસ મંથન કરી રહી છે કે કોઇ નેતા નારાજ ના થાય અને પરિસ્થિતિ થાળે પડે ,પૂર્વ મુખ્યમંત્રીશંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કપડવંજ બેઠક પર ચૂંટણી લડી શકે એવું સૂત્રોનું કહેવું છે, કોંગ્રેસ મહેન્દ્રસિંહ વાઘેલાને કપડવંજ બેઠક પરથી મેદાને ઉતારી શકે છે, મહેન્દ્રસિંહ વાઘેલા પાસે બાયડ અને કપડવંજ 2 વિકલ્પ છે જો કપડવંજ બેઠકથી ટિકિટ આપવામાં આવે તો કોંગ્રેસમાં મોટો વિરોધનો વંટોળ ઉભો થઇ શકે છે. તે છંતા પણ આ બેઠકમાંથી કોઇ એક પર તે ફાઇનલ હોવાનું મનાઇ રહ્યું છે.

બીજી તરફ કપડવંજ બેઠક પર ભાજપે જબરદસ્ત કમર કસી છે, 156થી વધુ ગામ, 55 શક્તિ કેન્દ્ર, 333 બુથ શરૂ કરી એટીચોટીનું જોર લગાવે છે, જો કે ભાજપના કાર્યકર્તાઓનું કહેવું છે કે, કપડવંજ બેઠક જીતી પીએમ મોદીને ભેટ આપવાની છે.મહેન્દ્રસિંહ વાઘેલા 2012થી 2017 સુધી બાયડના ધારાસભ્ય રહ્યા હતા. ત્યારે તેઓ કોંગ્રેસમાં હતા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સસમયે તેઓ ભાજપમાં જોડાયા હતા અને હવે વિધાનસભા ચૂંટણી પર ફરી કોંગ્રેસમાં જોડાયા છે.