Not Set/ રાજકોટ: તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ,જાહેરાત આપી લોકોને કરતા આકર્ષિત

રાજકોટ, રાજકોટ ક્રાઈમ બ્રાંચેની ટીમે શહેરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતા ગેંગની ધરપકડ કરી છે. આરોપીઓ અલગ અલગ છાપામાં અને ટીવીમાં જાહેરાત આપી પોતે તાંત્રિક વિધિ કરતા હોવાનું કહી લોકોને આકર્ષિત કરતા હતા ત્યાર બાદ તેમની સાથે તાંત્રિક વિધિના છેતરપિંડી કરી તેમના દાગીના પડાવી લઈ ફરાર થઈ જતા હતા. પોલીસને શહેરમાંથી અલગ અલગ ફરિયાદો મળતા […]

Top Stories Rajkot Gujarat
mantavya 279 રાજકોટ: તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ,જાહેરાત આપી લોકોને કરતા આકર્ષિત

રાજકોટ,

રાજકોટ ક્રાઈમ બ્રાંચેની ટીમે શહેરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતા ગેંગની ધરપકડ કરી છે. આરોપીઓ અલગ અલગ છાપામાં અને ટીવીમાં જાહેરાત આપી પોતે તાંત્રિક વિધિ કરતા હોવાનું કહી લોકોને આકર્ષિત કરતા હતા ત્યાર બાદ તેમની સાથે તાંત્રિક વિધિના છેતરપિંડી કરી તેમના દાગીના પડાવી લઈ ફરાર થઈ જતા હતા.

પોલીસને શહેરમાંથી અલગ અલગ ફરિયાદો મળતા ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેને લઈને પોલીસે વેશ પલ્ટો કરી પોતે ભુક્તભોગી હોઈ આ ઠગોનો સંપર્ક સાંધ્યો હતો અને ત્યાર બાદ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં આરોપીઓએ પોતે છ જેટલા ગુના કર્યા હોવાનું કબુલ્યું હતું અને પોલીસે આરોપી પાસેથી 28 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ રાજકોટ સહિત ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ઓફિસ ધરાવતા હતા. જેમાં તેઓ ઓલ ઇન્ડિયા માસ્ટર કિંગ ગુરુ અમનજી તંત્ર મંત્રના સમ્રાટ નામથી ઓફિસ ધરાવતા હતા. પ્રથમ તેઓ અખબાર અને ટીવી મારફત જાહેરાત આપી માત્ર૧૫૧/-રૂપિયામાં સમસ્યા હલ કરી આપવાની ખાતરી આપતા હતા.

બાદમાં જો કોઈ વ્યક્તિ તેની બોલીથી આકર્ષાઇ તો તેણે વિધિ કરવી પડશે તેવું કહી સોનાના દાગીના અને રૂપિયા પડાવતા હતા અને બાદમાં શહેર છોડી અન્ય શહેરમાં જતા રહેતા હતા.

પકડાયેલ બન્ને આરોપી મૂળ ઉતર પ્રદેશના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલ આરોપી પૈકી આસિફ એહમદ મલેક અગાઉ પણ સુરત શહેરમાં તાંત્રિક વિધીના બહાને લોકો સાથે છેતરપિંડી આચરવાના ગુનામાં પકડાયેલ છે.