Not Set/ રાજ્યમાં સિવિક સેન્ટર પુન:શરૂ થઇ શકે, પ્રજાના કોર્પો.ના અટકાયેલાં કાર્ય થશે

ગુજરાતમાં કોરોના કહેર અને વધી રહેલાં આક્રમણના કારણે નાગરિકોની સુવિધા હેતુ કાર્ય માટે બંધ કરવામાં આવેલા સિવિક સેન્ટર પૂન: શરૂ કરવામાં આવશે.

Ahmedabad Top Stories Gujarat
president bolsonaro fined in brazil 4 રાજ્યમાં સિવિક સેન્ટર પુન:શરૂ થઇ શકે, પ્રજાના કોર્પો.ના અટકાયેલાં કાર્ય થશે
  • સોમવાર થી શરૂ થઇ શકે સિવિક સેન્ટર
  • નિયંત્રણ હળવા કરતાં સરકાર લઇ શકે નિર્ણય
  • એસઓજીના પાલન સાથે સિવિક સેન્ટર શરૂ થશે
  • સિવિક સેન્ટર પુન:શરૂ થતાં કોર્પો.ની આવક વધશે
  • પ્રજાની મુશ્કેલીનો પણ આવશે અંત

@અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ , અમદાવાદ

ગુજરાતમાં કોરોના કહેર અને વધી રહેલાં આક્રમણના કારણે નાગરિકોની સુવિધા હેતુ કાર્ય માટે બંધ કરવામાં આવેલા સિવિક સેન્ટર પૂન: શરૂ કરવામાં આવશે. રાજ્યસરકારે નિયંત્રણ હળવા કરતાં સોમવાર થી રાજ્યના તમામ સિવિકસેન્ટર શરૂ થવાની સંભાવના છે.

ગુજરાતના નાગરિકોને સુવિધા પૂરી પાડવા રાજ્યસરકારે જનસુવિધા કેન્દ્રો એટલે કે સિવિક સેન્ટર શરૂ કર્યા છે. રાજ્યમા 47 સિવિક સેન્ટર કાર્યાન્વિત છે. પરંતુ વર્તમાન સમયમાં કોરોનાકહેરના પગલે અને વધતાં જતાં કેસના કારણે તમામ સિવિક સેન્ટર બંધ કરવામાં આવ્યા છે. તા.27 થી તમામ સિવિક સેન્ટર બંધ થતાં મહદઅંશે નાગરિકોના ટેક્સ ભરવા સહિતના અનેકકાર્ય પર બ્રેક લાગી હતી.

બીજીબાજુ કોરોના કે અન્ય કારણથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનને મરણના પ્રમાણપત્ર પણ આપી શકાયા નથી, સિવિક સેન્ટર બંધ થવાના પગલે નાગરિકોને પડી રહેલી હાલાકી અંગે ભાજપના કોર્પોરેટરોએ સરકાર સુધી રજૂઆત કરી છે. સરકાર સમક્ષ થયેલી રજૂઆતને સાનુકૂળ પ્રતિસાદ આપીને નાગરિકોની સુવિધા હેતુ સાથે કોર્પો.ની આવકમાં વધારો થાય તે હેતુ સોમવાર તા.24-મે-થી સિવિક સેન્ટર શરૂ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી છે. સોમવાર થી સિવિક સેન્ટર શરૂ થશે તો નાગરિકોના જરૂરિયાતના કામમાં રાહત થશ.અને કોર્પો.ની તિજોરીમાં આવકનો પણ વધારો થશે…