અંધશ્રદ્ધાથી મળ્યું મોત/ જુઓ તો ખરા આપણા ગુજરાતમાં કઇ હદે પહોંચી અંધશ્રદ્ધા, અરવલ્લીમાં કિશોરી સાથે જે થયું તે જાણીને હચમચી જશો

પંચાલ ગામે 14 વર્ષીય દીકરી સોનલ બેન તાબિયાળ વહેલી સવારે પોતાના ઘર આગળ ઘાસ કાપવા નું કામ કરતી હતી એવામાં એક ઝેરી સાપે સોનલ તાબિયાળને હાથની હથેળીમાં ડંખ માર્યો જેથી સોનલ તાબીયાડે ચીસ નાખી અને ઢળી પડી હતી,

Gujarat Others
Untitled 127 જુઓ તો ખરા આપણા ગુજરાતમાં કઇ હદે પહોંચી અંધશ્રદ્ધા, અરવલ્લીમાં કિશોરી સાથે જે થયું તે જાણીને હચમચી જશો

@સંકેત પટેલ 

આજકાલ અંધશ્રદ્ધા પાછળ લોકો એ આંધળી દોટ મૂકી છે જેના કારણે પીડિત વ્યક્તિઓ ને યોગ્ય સારવાર ના મળવા ના કારણે મોત ના ખપ્પર માં હોમાઈ જાય છે ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી ના મેઘરજ ના અંતરિયાળ એવા પંચાલ ગામે ઘટી છે

મેઘરજ ની રાજસ્થાન સરહદે આવેલ પંચાલ ગામે 14 વર્ષીય દીકરી સોનલ બેન તાબિયાળ વહેલી સવારે પોતાના ઘર આગળ ઘાસ કાપવા નું કામ કરતી હતી એવામાં એક ઝેરી સાપે સોનલ તાબિયાળને હાથની હથેળીમાં ડંખ માર્યો જેથી સોનલ તાબીયાડે ચીસ નાખી અને ઢળી પડી હતી,આસપાસથી પરિવારજનો દોડી આવ્યા અને પરિવારના સદસ્યના જણાવ્યા પ્રમાણે આ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે અંદ્ધશ્રદ્ધામાં પરોવાઈ સાપનું ઝેર ઉતારવા માટે ભુવાજી પાસે લઈ ગયા ત્યાં બાળકીને સારુંના થતા મેઘરજ જલારામ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકી ને મૃત જાહેર કરી ,આમ વર્ષો થી ગ્રામ્ય વિસ્તાર ના લોકો 21 મી સદી માં પણ અંધશ્રદ્ધા માં અંધ વિશ્વાસ કરી ને જીવ ગુમાવતા હોય છે

આવી અંધશ્રદ્ધા ની ઘટનાઓ ના બને લોકો જાગૃત બને એ માટે કેટલીય એનજીઓ ,સ્વૈચ્છીક સંસ્થાઓ, અને સરકાર દ્વારા પણ માર્ગદર્શન શિબિરો યોજવા માં આવે છે છતાં આજે પણ લોકો ભુવાઓ અને દોરા ધાગા ના કારણે મોત ના મુખ માં ધકેલાય છે.

આ પણ વાંચો:બનાસકાંઠા/રેલવે વિભાગ કંબોઈ ઉબરી રેલ્વે પુલની તપાસ, પણ કેમ એજન્સીનું નામ તેમજ કયા રેલ કર્મચારીઓ સમક્ષ થયું કામ તે મીડિયાથી કેમ ગુપ્ત???

આ પણ વાંચો:ભ્રષ્ટાચાર/નવાબી શોખવાળા ભષ્ટાચારી તુલસીદાસ મારકણા, ઘરે અડધા કરોડ રૂપિયા સહિત દારૂની 12 બોટલ મળી આવી

આ પણ વાંચો:દુર્ઘટના ટળી/સુરતના ઉધના વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી, સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી