ભ્રષ્ટાચાર/ નવાબી શોખવાળા ભષ્ટાચારી તુલસીદાસ મારકણા, ઘરે અડધા કરોડ રૂપિયા સહિત દારૂની 12 બોટલ મળી આવી

લાંચ સ્વીકારતા ઝડપાયેલા સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકરણાના ઘરમાથી 58 લાખ રુપિયાના મોટી રકમ મળી આવી હતી. આ સાથે જ ઘરમાં રાખેલ દારુની સીલબંધ બોટલોનો જથ્થો પણ મળી આવ્યો હતો. 

Top Stories Ahmedabad Gujarat
Untitled 115 નવાબી શોખવાળા ભષ્ટાચારી તુલસીદાસ મારકણા, ઘરે અડધા કરોડ રૂપિયા સહિત દારૂની 12 બોટલ મળી આવી
  • અમદાવાદ: વેજલપુરના સબ રજીસ્ટ્રારનો ભારે ભ્રષ્ટાચાર!
  • સબ રજીસ્ટ્રારના ઘરેથી 58.28 લાખ રુપિયા રોકડા મળ્યા
  • દારુની સીલબંધ 12 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો
  • તુલસીદાસ મારકણાના ઘરે ઝડતી લેવા પહોંચી હતી ACB

વેજલપુર સબ રજિસ્ટાર કચેરીમાં રજિસ્ટાર તુલસીદાસ પુરુષોત્તમ મારકણાએ દસ્તાવેજ રજિસ્ટર કરાવી આપવા માટે દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. લાંચ સ્વીકારતા ઝડપાયેલા સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકરણાના ઘરમાથી 58 લાખ રુપિયાના મોટી રકમ મળી આવી હતી. આ સાથે જ ઘરમાં રાખેલ દારુની સીલબંધ બોટલોનો જથ્થો પણ મળી આવ્યો હતો. શુક્રવારે ફરિયાદના આધારે એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ છટકું ગોઠવીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

ACBના મદદનીશ નિયામક દિવ્યા રવિયા જાડેજા દ્વારા આરોપી તુલસીદાસ મારકણાના ઘરની ઝડતી લેવા માટે અન્ય પીઆઈની ટીમને મોકલી આપી હતી. છટકુ સફળ થતા વેંત જ એસીબીની ટીમોએ તેના ઘર અને અન્ય મિલકતોના સ્થળની વિગતોની સ્થળ સ્થિતિ જાણવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં તુલસીદાસના ઘરની ઝડતી લેતા મોટી રકમ એસીબીની ટીમને હાથ લાગી હતી.

ACBની કચેરીમાં એક ફરિયાદીએ વિગતે ફરિયાદ કરી હતી કે આરોપી તુલસીદાસે એક ફરિયાદી પાસેથી એક દસ્તાવેજ રજિસ્ટર કરાવી આપવાના 5000 કહ્યા હતા. આમ કુલ 30 દસ્તાવેજ રજિસ્ટર કરાવી આપવાના દોઢ લાખ રૂપિયા માંગ્યા હતા. જેમાં આરોપીએ થોડા-થોડા કરીને તમામ દસ્તાવેજ રજિસ્ટર કરાવી આપવાનું જણાવ્યું હતું. હવે આ કેસમાં તુલસીદાસની ધરપકડ બાદ પોલીસ અગાઉ કેટલી વખત કોની કોની પાસેથી કયા કામો લાંચ લીધી છે, તેની પણ તપાસ કરી રહી છે. શનિવારે તુલસીદાસના ઘરમાં સર્ચ દરમિયાન પોલીસને 58 લાખ રોકડા મળી આવતા આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં અન્ય લોકોને સંડોવણી પણ બહાર આવે તો નવાઈ નથી.

આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!