Not Set/ ટીમ ઈંન્ડિયાની નવી જર્સીને લઇને BCCI અને ICCએ TWEET કરી આપી જાણકારી

ટીમ ઈંન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રવિવારે બર્મિંઘમમાં મેચ રમાવવાની છે. ત્યારે આ મેચને લઇને એક વાત પર વધુ પ્રકાશ આપવામાં આવી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ ઓરેંન્જ જર્સીમાં જોવા મળી શકે છે. જેને લઇને છેલ્લા બે દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. પહેલા તેના રંગને લઇને વિવાદ થયો તો હવે તેની ડિઝાઇનને લઇને વિવાદ સર્જાયો […]

Top Stories Sports
new jersey ટીમ ઈંન્ડિયાની નવી જર્સીને લઇને BCCI અને ICCએ TWEET કરી આપી જાણકારી

ટીમ ઈંન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રવિવારે બર્મિંઘમમાં મેચ રમાવવાની છે. ત્યારે આ મેચને લઇને એક વાત પર વધુ પ્રકાશ આપવામાં આવી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ ઓરેંન્જ જર્સીમાં જોવા મળી શકે છે. જેને લઇને છેલ્લા બે દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. પહેલા તેના રંગને લઇને વિવાદ થયો તો હવે તેની ડિઝાઇનને લઇને વિવાદ સર્જાયો છે. જો કે આ વચ્ચે બીસીસીઆઈએ પોતાના ટ્વીટર હેંડલથી ટીમ ઈંન્ડિયાની નવી ઓરેંન્જ જર્સીનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમા સ્પષ્ટ દેખાય છે કે આ જર્સીનો રંગ પાછળથી ઓરેંન્જ અને આગળથી થોડો બ્લ્યૂ રંગનો છે. તેની બાયનો રંગ ઓરેંન્જ છે. તેટલુ જ નહી જર્સીમાં ઈંન્ડિયા પણ ઓરેંન્જ રંગથી લખવામાં આવ્યુ છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

શનિવારે આઈસીસીએ પણ ટીમ ઈંન્ડિયાની નવી જર્સીનાં રંગનો વીડિયો પોતાના ટ્વીટર હેંટલ પર શેર કર્યો હતો. જેને જોયા બાદ ક્રિકેટ પ્રેમીઓને ઘણી મૂંઝવણ થઇ શકે છે કારણ કે બંન્ને જર્સીમાં ઘણો અંતર જોવા મળે છે. બીસીસીઆઈએ જે જર્સીનો ફોટો શેર કર્યો છે તેમા Oppo વચ્ચે લખવામાં આવ્યુ છે, જ્યારે આગળથી જર્સી પૂરી રીતે પ્લેન દેખાઇ રહી છે.

ICC World Cup 2019 Team India New Jersey Social Media Reaction ટીમ ઈંન્ડિયાની નવી જર્સીને લઇને BCCI અને ICCએ TWEET કરી આપી જાણકારી

શુક્રવારે ટીમ ઈંન્ડિયાનાં કિટ નિર્માતા અને સ્પોન્સર નાઇકીએ સત્તાવાર રીતે પ્રેસ વિજ્ઞાપની સાથે નવી જર્સીની લોન્ચિંગની ઘોષણા કરી. જણાવી દઇએ કે, નાઇકીએ જર્સી લોન્ચ કરતા કહ્યુ કે, ટીમ ઈંન્ડિયાની અવે કિટ ભારતની નવી પીઢીને હાર ન માનવાનાં જુસ્સાને પ્રેરિત છે. તાજેતરમાં જ ટીમ ઈંન્ડિયાની લોન્ચ કરવામાં આવેલ જર્સીની જેમ આ જર્સી પણ ડાયનેમિક મૂવમેંડ અને આધુનિક જરૂરતોને પૂરી કરે છે. આ જર્સીમાં એવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેના કારણે ખેલાડીઓને પરસેવો ઓછો થશે. આ જર્સી પહેલાની જર્સીની તુલનામાં થોડી હલ્કી છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આ વિશ્વકપમાં તેના શાનદાર ફોર્મમાં ચાલી રહી છે, જોવાનું રહેશે કે તે પોતાના ફોર્મનો પરિચય ઈંગ્લેન્ડ સામે કેવી રીતે આપે છે. તાજેતરમાં ટીમ ઈંન્ડિયા 11 પોઈંન્ટ સાથે બીજા નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.