Not Set/ કાયદો અને વ્યવસ્થાના ઊડ્યાં લીરા, વેપારી પર ફાયરિંગ કરી બે શખ્સ ફરાર

છેલ્લા કેટલાય સમયથી વડોદરા અને આસપાસના શહેરોમાં લૂખ્ખા તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ક્યાંક મારમારી તો ક્યાંક લૂટ.. કઈ ને કઈ  રોજે રોજ નોધાઈ જ રહ્યું છે. હાલ માં જ આણંદના બે વેપારી પર  ફાયરિંગની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના બે વેપારી કામ અર્થે વડોદરા આવ્યા હતા. જ્યાં તેમની પર […]

Top Stories Gujarat Vadodara
વડોદરા કાયદો અને વ્યવસ્થાના ઊડ્યાં લીરા, વેપારી પર ફાયરિંગ કરી બે શખ્સ ફરાર

છેલ્લા કેટલાય સમયથી વડોદરા અને આસપાસના શહેરોમાં લૂખ્ખા તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ક્યાંક મારમારી તો ક્યાંક લૂટ.. કઈ ને કઈ  રોજે રોજ નોધાઈ જ રહ્યું છે. હાલ માં જ આણંદના બે વેપારી પર  ફાયરિંગની ઘટના બની હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના બે વેપારી કામ અર્થે વડોદરા આવ્યા હતા. જ્યાં તેમની પર વડોદરાના નિઝમ પૂરા ખાતે ફાયરિંગની ઘટના બની હતી. નિઝમપુરા ખાતે બે શખ્સો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. આ બને વેપારી પોતાની કારમાં બેઠા હતા. અને અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે બંને વેપારીઓએ કારણો દરવાજો  ન ખોલતા બે શખ્સો એ હવામાં ફાયરિંગ કર્યુ હતું….આ ફાયરિંગ કરનાર બન્ને શખ્સો સમા વિસ્તારના હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે….જો કે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.