World/ લેખક સલમાન રશદી બાદ ‘હેરી પોટર’ના લેખિકાને જાનથી મારી નાખવાની મળી ધમકી

હેરી પોટરના લેખક, જેક રોલિંગને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેકે રોલિંગે લેખક સલમાન રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિના સમર્થકને આ ધમકી આપી હોવાની શંકા છે.

Top Stories World
Untitled 1.png8765654 1 3 લેખક સલમાન રશદી બાદ 'હેરી પોટર'ના લેખિકાને જાનથી મારી નાખવાની મળી ધમકી

લોકપ્રિય હેરી પોટર પુસ્તકના લેખક જેકે રોલિંગને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લેખક સલમાન રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિના સમર્થક દ્વારા જેકે રોલિંગને ધમકી આપવામાં આવી છે. માહિતી સામે આવી છે કે તેને ઈરાન સમર્થિત જૂથ સાથે જોડાયેલા લોકો દ્વારા ધમકી આપવામાં આવી છે. ટ્વિટર પર તેને ધમકી આપતા લખવામાં આવ્યું હતું કે, ‘ગભરાશો નહીં, તમે આગામી છો.’

ન્યૂયોર્કમાં સ્ટેજ પર 75 વર્ષીય સલમાન રશ્દી પર એટેક કર્યા બાદ  હેરી પોટરના લેખિકા જેકે રોલિંગને એક ઈસ્લામી ઉગ્રવાદી તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.

57 વર્ષીય હેરી પોટરને પાકિસ્તાન સ્થિત ઉગ્રવાદી સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પર “તમે નેક્સ્ટ છો” કહેવામાં આવ્યું હતું, આ સંગઠન દ્વારા રશ્દીના હુમલાની પ્રસંશા કરવામાં આવી હતી. અને ઈરાનના ધર્મશાહી સરમુખત્યાર આયતુલ્લાહ અલી ખામેની પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું.

રોલિંગે ટ્વિટર પર રશ્દીની હત્યાના પ્રયાસ પર પોતાની સંવેદના જાહે કરી હતી. તો તેની ને પણ સોશિયલ મીડિયાના મધ્યમથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. કહેવામા આવી રહ્યું છે. હવે તારો વારો.  લેખિકાએ રશ્દી પર થયેલા હુમલા બાદ લખ્યું હતું કે, આ ખૂબ જ ભયાનક સમાચાર છે.  અત્યારે ખૂબ જ બીમાર લાગે છે. તેને સાજા થવા દો”.

રશ્દીના કથિત હુમલાખોર હાદી મટરના સમર્થકએ રોલિંગને જવાબ આપ્યો: “ચિંતા કરશો નહીં હવે તમારો વારો છે.  જવાબમાં, રોલિંગે ધમકીનો સામનો કરવા અને સોશિયલ મીડિયા સાઇટ પરથી એકાઉન્ટને દૂર કરવા માટે સમર્થન મેળવવા માટે ટ્વિટર એક્ઝિક્યુટિવ્સ તરફ વળ્યા છે.

લેખક રશ્દીએ તેમના પુસ્તક ‘ધ સેટેનિક વર્સેસ’ના સર્જન માટે ઘણા વર્ષો સુધી ઇસ્લામિક ઉગ્રવાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે જ્યારે રશ્દી ચૌટૌકા ઇન્સ્ટિટ્યૂશનમાં સ્ટેજ પર હતા ત્યારે તેમની ગરદન પર ચાકુ મારવામાં આવ્યું હતું. ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે હુમલાને “ભયાનક” ગણાવ્યો અને કહ્યું કે તેણે પ્રાંતીય પોલીસને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

National/ આર્થર રોડ જેલમાં મુંબઈના ટોચના 3 નેતાઓઃ અનિલ દેશમુખ, સંજય રાઉતને મળી રહી છે આ સુવિધાઓ