Not Set/ મોદી સરકારનું બજેટ ચૂંટણીલક્ષી હશે,ખેડુતો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, કરદાતાઓ માટે પણ બજેટ હશે ફુલગુલાબી

દિલ્હી, મોદી સરકાર 1 ફેબ્રુઆરી, 2019ના રોજ બજેટ રજૂ કરશે, તે સામાન્ય બજેટ 2019-20 રહેશે.આ બજેટ, વચગાળાનું બજેટ એટલા માટે રહેશે કેમકે સરકારને બે મહિના પછી ચૂંટણીમાં ઉતરવાનું છે. બંને સ્થિતિમાં સરકાર નવા નાણાકીય વર્ષના બાકીના મહિનાઓ માટે ખર્ચની અનુમતિ સંસદ પાસેથી મેળવશે. બજેટ બાબતે આ પહેલા જ્‍યારે વાણિજ્‍ય મંત્રાલયે મીડીયાને મોકલેલા એક વ્‍હોટસ એપ સંદેશમાં 2019-20ના બજેટને […]

Top Stories India
dff 7 મોદી સરકારનું બજેટ ચૂંટણીલક્ષી હશે,ખેડુતો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, કરદાતાઓ માટે પણ બજેટ હશે ફુલગુલાબી

દિલ્હી,

મોદી સરકાર 1 ફેબ્રુઆરી, 2019ના રોજ બજેટ રજૂ કરશે, તે સામાન્ય બજેટ 2019-20 રહેશે.આ બજેટ, વચગાળાનું બજેટ એટલા માટે રહેશે કેમકે સરકારને બે મહિના પછી ચૂંટણીમાં ઉતરવાનું છે. બંને સ્થિતિમાં સરકાર નવા નાણાકીય વર્ષના બાકીના મહિનાઓ માટે ખર્ચની અનુમતિ સંસદ પાસેથી મેળવશે.

બજેટ બાબતે આ પહેલા જ્‍યારે વાણિજ્‍ય મંત્રાલયે મીડીયાને મોકલેલા એક વ્‍હોટસ એપ સંદેશમાં 2019-20ના બજેટને વચગાળાનું બજેટ ન જણાવીને સામાન્‍ય બજેટ બતાવ્‍યું ત્‍યારે ચકચાર થઈ હતી. જો કે નાણા મંત્રાલયે બાદમાં સ્‍પષ્‍ટતા કરીને કહ્યુ કે આ વચગાળાનું બજેટ જ હશે.

વચગાળાનું બજેટ બે સ્થિતિમાં રજૂ કરી શકાય છે. એક તો સરકાર પાસે કુલ બજેટ રજૂ કરવાનો સમય ન હોય કે પછી તરત લોકસભા ચૂંટણી યોજાવાની હોય.

સામાન્ય રીતે ચૂંટણી અગાઉ વચગાળાનું બજેટ જ રજૂ થાય છે. આ વખતે  પરંપરા તૂટી જશે. પરંપરા અનુસાર, ચૂંટણી પછી આવનારી સરકાર જ પૂર્ણ બજેટ રજૂ કરશે. એવામાં આશા છે કે સરકાર બજેટમાં અનેક મોટી જાહેરાતો કરી શકે છે.

સૂત્રો અનુસાર, બજેટમાં આવક વેરા છૂટની મર્યાદા વધારવા, ગરીબો માટે લઘુતમ આવક યોજના અને ખેડૂતો માટે સહાયતા પેકેજ સહિતની ઘણા પ્રકારની લોક લોભામણી જાહેરાતો થઈ શકે છે.

અંતરિમ બજેટમાં ઘણી રસપ્રદ જાહેરાતો થઇ શકે છે. જેમાં સંભવત: કૃષિ ક્ષેત્રના સંકટને દૂર કરવાની સાથે સાથે મધ્યવર્ગને ટેક્સમાં રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવશે. સરકાર સામે આગામી ચૂંટણીમાં મધ્યમ વર્ગ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાતો કરી શકે છે.

બજેટમાં નાણામંત્રી પાક વીમા પ્રિમીયમ અને લોન પર વ્‍યાજ માફી જેવા પગલાઓ લઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે, સરકારે ખેડૂતોને રાહત આપવા માટે 4 સુત્રીય કાર્યક્રમ  તૈયાર કર્યો છે. ખેડૂતોને સબસીડીની રકમ સીધી તેમના ખાતામાં મળી શકે છે. દરેક ખેડૂત પરિવારને રવિ અને ખરીફ પાકની વાવણી પહેલા 5000 રૂપિયા  મળી શકે છે. પાક વિમા સ્‍કીમ સંપૂર્ણ રીતે મફત હશે. સમયસર હપ્‍તા ચૂકવનાર ખેડૂતોને વ્‍યાજ માફી પણ મળી શકે છે. હાલમાં ખેડૂતોને 4 ટકા વ્‍યાજ  પર લોન મળે છે.

ટેક્સ પર છૂટની રૂપરેખા શુ હશે, તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. સૂત્રો દ્વારા એવા સંકેત મળી રહ્યા છે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં નાણા વર્ષ 2019-20 પહેલાના કેટલાક મહિનાઓ દરમિયાન ટેક્સ છૂટની જાહેરાત થઈ શકે છે.

હાલમાં નાણા  મંત્રાલયનુ  કામકાજ જોઇ રહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ  બજેટના ભાષણમાં ઘણી મોટી જાહેરાત કરી શકે છે. અટકળો એવી પણ લગાવવામાં આવી રહી છે કે પિયુષ ગોયલ ટેક્સ પર રાહત આપવા માટે સ્લેબમાં ફેરફાર કરી શકે છે અથવા તો સ્ટાન્ડર્ડ ડિડક્શનની અવધી 40 હજાર રુપિયા વધારવાની જાહેરાત થઈ શકે છે.

પાછલા બજેટમાં પણ ટેક્સ દરોમાં બદલાવની મોટી આશા હતી, પણ સરકારે આવી કોઇ જાહેરાત નહોતી કરી. જોકે સરકાર સતત કહેતી રહી છે કે, ટેક્સપેયરના ખિસ્સામાં વધારે રૂપિયા રહેવાથી અર્થવ્યવસ્થામાં માંગ વધે છે. સરકારની સામે મુશ્કેલીઓ એ છે કે આયુષ્માન ભારત જેવી વિશાળ યોજનાઓ સારી રીતે ચલાવવા માટે મોટી રકમની જરૂરિયાત છે, જ્યારે GST હેઠળ ટેક્સ ક્લેકશન હજુ પણ લક્ષ્યથી ઘટી રહ્યુ છે.

સુત્રો અનુસાર, વચગાળાના બજેટમાં આ વખતે આરોગ્‍ય સાથે જોડાયેલી સ્‍કીમો માટે મોટી જાહેરાતો થઈ શકે છે. પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજનાનું બજેટ ૩ ગણુ વધી શકે છે. પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજનામાં 5 લાખનું હેલ્‍થ ઈન્‍સ્‍યોરન્‍સ મળે છે. નવી એમ્‍સ માટે પણ બજેટની ફાળવણી વધી શકે છે. હાલની મેડીકલ કોલેજોનું  અપગ્રેડેશન  પણ થશે. ગયા વર્ષે સ્‍વાસ્‍થ્‍ય બજેટ 52800 કરોડ રૂપિયા હતુ જે આ વર્ષે 61000 કરોડ રૂપિયા થઈ શકે છે.