Noise Pollution/ મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો તો મર્યા સમજજો

રાજ્ય સરકારને મોડે-મોડે પણ ધ્વનિ પ્રદૂષણના મહત્વનો ખ્યાલ આવ્યો છે. રાજ્યમાં લગ્નપ્રસંગ, રાજકીય મેળાવડા સહિતના ઉત્સવ કે ધાર્મિક રેલીના પ્રસંગોમાં ડીજે ટ્રક, મોટા લાઉડસ્પીકર, કોઈપણ જાતના નીતિનિયમો વગર રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ગંભીર રીતે ફેલાઈ રહ્યુ હોવાથી છેવટે સરકારે તેનો દંડો પછાડ્યો છે.

Ahmedabad Top Stories Gujarat
Loudspeaker Govt મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો તો મર્યા સમજજો

અમદાવાદઃ રાજ્ય સરકારને મોડે-મોડે પણ ધ્વનિ પ્રદૂષણના Noise Pollution મહત્વનો ખ્યાલ આવ્યો છે. રાજ્યમાં લગ્નપ્રસંગ, રાજકીય મેળાવડા સહિતના ઉત્સવ કે ધાર્મિક રેલીના પ્રસંગોમાં ડીજે ટ્રક, મોટા લાઉડસ્પીકર, કોઈપણ જાતના નીતિનિયમો વગર રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ગંભીર રીતે ફેલાઈ રહ્યુ હોવાથી છેવટે સરકારે તેનો દંડો પછાડ્યો છે. સરકારે હવે પૂર્વમંજૂરી વગર લાઉડસ્પીકરના ઉપયોગ સામે પ્રતિબંધ ફરમાવી દીધો છે.

રાજ્યમાં લાઉડ સ્પીકર અને ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટ પણ સરકારને ટકોર કરી ચૂકી છે ત્યારે હવે આ મામલે સરકારી એડવોકેટ જનરલે પણ ધ્વનિ પ્રદૂષણ એક સમસ્યા હોવાનું સ્વીકાર્યુ છે. અરજદાર દ્વારા રિજોઇન્ડર દાખલ કરીને સૂચનો આપવામાં Noise Pollution આવ્યા હતા. તેમા અરજદારે જણાવ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ફક્ત તંત્રની કાર્યવાહીથી જ નહીં ચાલે, પણ તેના અંગે લોકજાગૃતિ પણ જરૂરી છે. જીપીસીબીના જાહેરનામા મુજબ અવાજની પણ ટોચમર્યાદા લગાવવામાં આવે અને તેનો રેશિયો નક્કી કરવામાં આવે તેવી અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છાશવારે થતા રાજકીય મેળાવડા, ઉત્સવ કે ધાર્મિક રેલીમાં ટ્રકમાં ડીજે સાથે મોટા-મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવામાં આવે છે. તેનાથી સામાન્ય નાગરિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી મ્યુઝિક Noise Pollution સિસ્ટમના લીધે ખાસ કરીને બાળકો અને વયોવૃદ્ધોને તથા હોસ્પિટલોમાં રહેતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ અંગે તો મુંબઈની જેમ હોસ્પિટલોની આસપાસના વિસ્તારને નો લાઉડસ્પીકર ઝોન જાહેર કરાયા છે તે રીતે રાજ્યમાં પણ આ પ્રકારના લાઉડસ્પીકર પ્રતિબંધિત ઝોન જાહેર કરવાની વિનંતી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ બાબત હાથમાં લીધી હોવાથી તે આ મોરચે આકરી કાર્યવાહી કરી શકે છે. જો કે આ વાત લાઉડસ્પીકર સુધી જ મર્યાદિત ન રહેતા મોટા અવાજે વગાડવામાં આવતા વાહનોના હોર્ન, ઘરોમાં મોટા કે તીણા અવાજવાળા લગાડવામાં આવતા ડોરબેલને પણ લાગુ પડી શકે છે.

 

આ પણ વાંચોઃ  Big fan Of Modi/સુરતના આર્કિટેક્ટ નીકળ્યા PM મોદીના મોટા ફેન, જન્મદિવસ નિમિત્તે 7,200 હીરાથી જડેલી તસવીર બનાવી

આ પણ વાંચોઃ Controversial murals/આખરે વિવાદનો આવ્યો અંત સાળંગપુરમાં વિવાદીત ભીંતચિત્રો કરાયા દૂર

આ પણ વાંચોઃ મહીસાગર/આ પ્રાંત અધિકારી અને અન્ય કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ, બન્યો ચર્ચાનો વિષય

આ પણ વાંચોઃ ડુપ્લિકેટ દારૂ ફેક્ટરી/બે રાજસ્થાની ઇસમોનું કારસ્તાન, સુરતમાં શરૂ કરી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરી પછી….

આ પણ વાંચોઃ દિલજલે આશિક/પ્રેમમાં દગો મળ્યા યુવકે એક..બે… નહીં પરંતુ 100 છોકરીઓ સાથે કર્યું એવું કે…..