Not Set/ આવો,આપણે સૌ સાથે મળીને નવાં ભારતની સાથે નવાં જમ્મુ કાશ્મીર અને લદાખનું નિર્માણ કરીએ

કાશ્મીરમાંથી 370 હટાવાયા બાદ પ્રથમ વખત PM મોદી દ્વારા દેશને અને ખાસ કરીને કાશ્મીર અને લદ્દાખની પ્રજા જોગ સંબોધન કરવામાં આવ્યું હતું. PM મોદી દ્વારા કાશ્મીરવાસીઓને ભારો ભાર ભરોસો આપવામાં આવ્યો હતો કે કાશ્મીરમાં પહેલીની જેમ જ તમારા પ્રતિનીધિ તમારા માફત જ પસંદ કરવામા આવશે, પહેલાની જેમ જ વિધાનસભા, મુખ્યમંત્રી અને લોક પ્રતિનીધિઓ હશે અને […]

Top Stories India
pm આવો,આપણે સૌ સાથે મળીને નવાં ભારતની સાથે નવાં જમ્મુ કાશ્મીર અને લદાખનું નિર્માણ કરીએ

કાશ્મીરમાંથી 370 હટાવાયા બાદ પ્રથમ વખત PM મોદી દ્વારા દેશને અને ખાસ કરીને કાશ્મીર અને લદ્દાખની પ્રજા જોગ સંબોધન કરવામાં આવ્યું હતું. PM મોદી દ્વારા કાશ્મીરવાસીઓને ભારો ભાર ભરોસો આપવામાં આવ્યો હતો કે કાશ્મીરમાં પહેલીની જેમ જ તમારા પ્રતિનીધિ તમારા માફત જ પસંદ કરવામા આવશે, પહેલાની જેમ જ વિધાનસભા, મુખ્યમંત્રી અને લોક પ્રતિનીધિઓ હશે અને તે કામ કરશે અને તે તમારા ચૂંટાયેલા જ હશે. પંચાયતની ચૂંટણીની જેમ જ પારદર્શક ચૂંટણીઓ યોજવામા આવશે અને લોક પ્રતિનીધિની પસંદગી કરવામા આવશે.

PM મોદી દ્વારા તમામ કાશ્મીરી ભાઇઓ-બહેનોને અપીલ કરવામાં આવી હતી કે લોક પ્રતિનીધિના ચૂનાવમાં અને કાશ્મીરનાં વિકાસમાં લોકો આગળ આવે અને ખાસ કરીને કાશ્મીરનાં યુવાનોને વિકાસમાં સહભાગી બનવાની હાકલ કરવામાં આવી હતી. PMએ કહ્યું કે, હું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનાં ભાઈઓ, બહેનો આહવાન કરું છું. આવો આપણે સૌ સાથે મળીને દુનિયાને બતાવી દઈએ કે આ ક્ષેત્રના લોકોમાં કેટલું સામર્થ્ય છે. અહીંયાના લોકોમાં કેટલો ઉત્સાહ અને પ્રેમ છે. આ નિર્ણય જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સાથે સાથે સંપૂર્ણ ભારતને આર્થિક પ્રગતિ માટે સહયોગ પ્રદાન કરશે. જયારે અહીં  શાંતિ અને ખુશીઓ આવશે ત્યારે સ્વાભાવિક રીતે જ વિશ્વ શાંતિના પ્રયત્નોને નવી મજબૂતી મળશે

pm1 આવો,આપણે સૌ સાથે મળીને નવાં ભારતની સાથે નવાં જમ્મુ કાશ્મીર અને લદાખનું નિર્માણ કરીએ

PMએ આ મોકા પર જમ્મુ કાશ્મીરનાં લોકોની સુરક્ષામાં તૈનાત સુરક્ષાદળોનો પણ આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે, સરકારી તંત્ર સાથે જોડાયેલા લોકો, રાજ્યના કર્મચારીઓ અને જમ્મુ કશ્મીર પોલીસ તેમજ સેના જે રીતે હાલની સ્થિતિઓને સંભાળી રહી છે તે પ્રસંશનીય કામગીરી છે. તેમની મહેનતે મારો વિશ્વાસ વધાર્યો છે કે બદલાવ જરૂર સંભવ છે અને તે થશે જ.

PM દ્વારા કાશ્મીરની જનતાનાં આવી રહેલી ઇદની શુભકામના પણ પાઠવવામાં આવી હતી, તો સાથે સાથે ઉમેરવામા આવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં ઈદ મનાવવામાં લોકોને કોઈ પરેશાની ન થાય તે વાતનું સરકાર ધ્યાન રાખી રહી છે કે . જમ્મુ કાશ્મીરની બહાર વસાતા અહીનાં લોકો ઈદના તહેવારે ઘરે પરત ફરવા માટે આવવા માંગે છે તેમને પણ સરકાર સંભવ હોય તેટલી મદદ કરશે. PMએ કહ્યું કે જમ્મુ કાશ્મીરનાં મારા સાથીઓને ભરોસો આપવા માટે માંગુ છું કે, ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઇ જશે.

pm1 આવો,આપણે સૌ સાથે મળીને નવાં ભારતની સાથે નવાં જમ્મુ કાશ્મીર અને લદાખનું નિર્માણ કરીએ

PM દ્વારા પાકિસ્તાન પર નિશાન તાકતા કહેવામાં આવ્યું કે, આપણે તે ન ભૂલવું જોઈએ કે આતંકવાદ અને અલગાવવાદને વધારો આપવાની પાકિસ્તાની સાજીશોનાં વિરોધમાં જમ્મુ કાશ્મીરનાં દેશભક્ત લોકો લડી રહ્યા છે. આર્ટિકલ 370 રદ કરવાથી તમામ કાશ્મીરીઓને ફાયદો જ  થાવાનો છે પરંતુ સચ્ચાઈ એ પણ છે કે આ સમયે તકેદારીનાં ભાગ રૂપે થોડા કડક પગલા ઉઠાવેલા છે, જેને કારણે પરેશાની થઇ રહી છે. ઘણા લોકો અહીંની સ્થિતિ બગાડવા માટે ઈચ્છે છે, તેમને પણ સ્થાનિક લોકો જવાબ આપી રહ્યા છે. હું દરેક દેશવાસીઓને કહેવા માટે માંગુ છું કે જમ્મુ કાશ્મીર અને લડાખના લોકોની ચિંતા તે આપણા સૌની ચિંતા છે. તેમના સુખ દુઃખ, તેમની તકલીફ આપણાથી અલગ નથી. PMએ કહ્યું કે તમામ કાશ્મીરીઓને મારી  વિનંતી છે કે તેઓ દેશહિતને સર્વોપરી રાખીને વ્યવહાર કરે અને જમ્મુ કાશ્મીર-લદાખને નવી દિશામાં લઇ જવા માટે સરકારની મદદ કરે.

જમ્મુ-કાશ્મીરમાં નવી વ્યવસ્થામાં પ્રસ્થાપિત કરવી તે કેન્દ્ર સરકાર માટે પ્રાથમિકતા રહેશે. રાજ્યનાં કર્મચારીઓ, જમ્મુ-કાશ્મીર પોલીસને પણ બીજા કેન્દ્ર શાસિત પ્રદેશનાં કર્મચારીઓ જેવા સુવિધા મળે. અમે જમ્મુ કાશ્મીર તંત્રના એક નવી કાર્ય સંસ્કૃતિ લાવવા માટે, પારદર્શિતા લાવવા માટે પ્રયત્ન કર્યા છે. આ તેનું પરિણામ છે કે, આઈઆઈટી,આઇઆઇએમ,ઇએમએસ સહીત તમામ ઇરીગેશન પ્રોજેક્ટ હોય, પાવર પ્રોજેક્ટ હોય કે પછી એન્ટી કરપશન બ્યુરો બધા જનાં કામમાં તેજી આવી છે

pm આવો,આપણે સૌ સાથે મળીને નવાં ભારતની સાથે નવાં જમ્મુ કાશ્મીર અને લદાખનું નિર્માણ કરીએ

આર્ટિકલ 370નો જમ્મુ-કાશ્મીરની સામાન્ય પ્રજાને આત્યાર સુધી શું લાભ મળ્યો તેની કોઇને ખબર જ નથી ત્યારે તેનાથી બીજા અનેક લોભોથી સામાન્ય કાશ્મીરી વંચીત રહ્યો તે હકીકત છે. કાશ્મીરનાં સર્વાગી વિકાર માટે જ એક રાષ્ટ્ર રૂપે, એક પરિવાર રૂપે, તમે, આપણે, સંપૂર્ણ દેશે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આવી વ્યવસ્થાના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ભાઈ બહેન અનેક અધિકારોથી વંચિત છે. જેનો વિકાસમાં એક વિઘ્ન હતું. જે હવે દૂર થઇ ગઈ છે.

કાશ્મીરમાં વિશ્વમાં સૌથી મોટું પ્રવાસન સ્થાન બનવા માટે ઉત્તમ છે અને અહીં પૂર્વેે જે રીતે ફિલ્મોનું શૂટીંગ થતું તેજ રીતે ફરી કાશ્મીરને પ્રવાસનનાં હબ તરીકે ડેવલ્પ કરવા માટે તમામને સાથે આવવાની જરૂર છે. PM મોદી દ્વારા બોલિવુડ, ટોલીવુડ અને સાઉથ સહિતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને કાશ્મીરમાં આવવાનું આહવાન કરવામા આવ્યું હતું. PMએ જણાવ્યું કે પ્રવાસનનાં માધ્યમથી અહીં રોજગારીની અનેક તકો ઉભી થશે જેનીથી કાશ્મીર વિકાસની હરણફાળ ભરશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.