Not Set/ શું ફેશન સમજી ગ્લાસ ભરવા લાગ્યા છે? સંસ્કારી ગુજ્જુ નારીઓ શરાબ મામલે પુરુષો કરતા આગળ

“હુઈ મહેંગી બહોત હી શરાબ કી થોડી થોડી પિયા કરો….” જેવા અનેક ગીતો શરાબ એટલે કે દારૂ માટે સદીઓથી બનેલા છે. શરાબ અર્થાત વેદો અને પુરાણો મુજબ સોમરસ છે. સોમરસનું સેવન સદીઓ પર્યંત આજેપણ અવનવી રીતો મુજબ અકબંધ રહ્યું છે

Top Stories Gujarat Mantavya Vishesh
nari શું ફેશન સમજી ગ્લાસ ભરવા લાગ્યા છે? સંસ્કારી ગુજ્જુ નારીઓ શરાબ મામલે પુરુષો કરતા આગળ

“હુઈ મહેંગી બહોત હી શરાબ કી થોડી થોડી પિયા કરો….” જેવા અનેક ગીતો શરાબ એટલે કે દારૂ માટે સદીઓથી બનેલા છે. શરાબ અર્થાત વેદો અને પુરાણો મુજબ સોમરસ છે. સોમરસનું સેવન સદીઓ પર્યંત આજેપણ અવનવી રીતો મુજબ અકબંધ રહ્યું છે. સોમરસને રાજાઓ-મહારાજાઓની પણ ટેવ અને શોખનો વિષય હતો. મદિરાપાન કાલે પણ એક લકઝરી હતી અને આજે પણ છે. જો, કે આજેપણ ભારતીય સમાજ અને તેમાં પણ ખાસ તો ગુજરાતિઓમાં શરાબ પ્રત્યે સૂગ છે. શરાબી અને શરાબને આજેપણ લોકો એક ધિક્કારની નજરે જુવે છે. શરાબ કે દારૂને એક સારી આદત તરીકે જોવામાં નથી આવતો, અને વાતમાં દમ પણ છે. કેમ કે, શરાબને એક લિમિટ સુધી પીવામાં આવે તો ત્યાં સુધી ઠીક છે, પરંતુ તમે અગર તેના બંધાણી થઇ ગયા કે ટલ્લી થઈને ભાન ભૂલ્યા તો બર્બાદીનો રસ્તો પાક્કો છે. શરાબ ને કેવળ દારૂડિયાને બલ્કે દારુડીયાના પરિવારને પણ પી જાય છે.

@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી......
rina brahmbhatt1 શું ફેશન સમજી ગ્લાસ ભરવા લાગ્યા છે? સંસ્કારી ગુજ્જુ નારીઓ શરાબ મામલે પુરુષો કરતા આગળ

તેમછતાં સમાજમાં વસતો એક વર્ગ શરાબને એક સામાન્ય આદત તરીકે જુવે છે. અહીં તેને સ્ટેટ્સ સાથે જોડવાની એક ફેશન છે. છોછને બદલે નશાને સ્ટેટ્સ સિમ્બોલ તરીકે જોનારાઓ આ વર્ગનું વર્તુળ મોટું થઇ રહ્યું છે. વારે-તહેવારે છાંટા-પાણીનો ઇંતેજામ તે આ વર્ગની મોટી જવાબદારી હોય છે. બીજી ભાષામાં મોટાભાગની પાર્ટીઓમાં શરાબ તે મુખ્ય સ્થાન પામી ચુક્યો છે. શરાબ વગરની મહેફિલની કલ્પના દુષ્કર થતી ચાલી છે. જો,કે મધ્યમવર્ગ હજી આ બાબતથી થોડો દૂર છે. અને તેઓ આવા નશેડીઓ સાથે પોતાની દીકરીના લગ્ન કરાવવા પણ રાજી નથી હોતા.

સારૂ ખાનદાન હોય , પૈસે ટકે સુખી હોય તેમછતાં મોટાભાગના ગુજરાતી પેરેન્ટ્સ પોતાની દીકરીના લગ્ન આવા પરિવારમાં કરાવવા રાજી નથી હોતા. જેવી આવી વાત કોઈ છોકરા અંગેની સાંભળવા મળે કે, ઉચાટ સાથે ના પાડી દેવાય છે. પરંતુ બદલાતી જતી સામાજિક અને ભૌગોલિક સ્થિતિમાં લાગે છે કે, ગુજ્જુઓનાં મન અને શોખ પણ બદલાય છે. તેઓ વધુ ઉદાર બન્યા છે. પીવાનો શિરસ્તો વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. 31મી ડિસેમ્બર સુધીની આ માન્યતા હવે ધીમે ધીમે દરેક તહેવારોમાં સ્થાન લઈ રહી છે.

અને આનાથી પણ મોટો આંચકો તો તે છે કે, સંસ્કારી, લજ્જાશીલ અને માન-મર્યાદામાં માનતી ગુજરાતી નારીઓએ પણ આ શોખને અપનાવી લીધો છે. જી, હા ગુજરાતી સન્નારીઓ પીવાની રેસમાં પુરુષોને માત આપી રહી છે. આ અંગે વર્ષ 2010-21 માં રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ ના તાજા સર્વેક્ષણમાં આ બાબત સામે આવી છે.

ગુજરાતમાં સર્વેક્ષણમાં સામે આવ્યા ચોકાવનારા આંકડા…

આ સર્વેક્ષણમાં 33,343 મહિલાઓ અને 5351 પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી સર્વેક્ષણમાં સામેલ 200(0.6 ) મહિલાઓએ કબુલ્યું હતું કે, હા, તેઓ શરાબનું સેવન કરે છે. તો 2015-16 દરમ્યાન ગુજરાતમાં એનએફએચએસ ના આવા જ સર્વેમાં 68 મહિલાઓએ જણાવ્યું હતું કે, તેઓ દારૂ પીવે છે. ત્યારે આ બંને સર્વેનો અભ્યાસ કરવામાં આવે છે તો જણાય છે કે, પુરુષોમાં શરાબ સેવનનો દર અડધો થયો છે. કેમ કે, 2015-16 માં 618 પુરુષો (5574 ના 11.1 ) એ કબુલ્યું હતું. જયારે કે, હાલ આમાંના 310 જેટલા પુરુષોએ સ્વીકાર્યું હતું. મતલબ કે , 50 % જેટલો ઘટાડો આ સર્વે અને કમ્પરેજીન દ્વારા જાણવા મળ્યું છે.

જો, કે, કોરોના કાળમાં સમગ્ર દેશમાં શરાબના વેચાણમોં સીધો 29 % નો ઘટાડો નોંધાયો છે. જેમાં ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન ખુલ્યા બાદ શરાબ પર સેસ લગાવવાના કારણે તેની માંગ માં ઘટાડો નોંધાયો છે. જેમાં કેટલાક રાજ્યોએ આવક સરભર કરવા આ લક્ઝરીને આવકનું સાધન બનાવતા શરાબ મોંઘી થઇ હશે. આ રિપોર્ટ CIABC ની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. જેમાં ખાસ તો વિદેશી બ્રાન્ડ નો દારૂ 8.98 % ઓછો મતલબ કે, 780 લાખ પેટીઓ પર આવી ગયો હતો. પાછળ વર્ષે ત્રણ માસનો રેશિઓ 857 પેટીનો હતો. આ એક પેટીનો મતલબ 9 લીટર શરાબ થાય છે. જો, ફરી પાછો આ વેચાણમાં વધારો પણ નોંધાયો છે.

દારૂના વેચાણમાં ઘટાડો થાય તેને શું સારી નિશાની ગણવી ? કે પછી…

ત્યારે ગાંધીના આ ગુજરાત અને દેશભરની વાત કરીયે તો ક્યાંક દારૂના વેચાણમાં ઘટાડો થાય તેને શું સારી નિશાની ગણવી ? કે ખોટી. જો, કે આને સેસ અને લોકડાઉન ની એક સાઈડ ઇફેક્ટ તરીકે જ જોઈ શકાય. ન કે સારી કે કોઈ ખોટી રીતે કેમ કે, ગુજરાતના સંસ્કારી શહેરો, પરિવારો અને કોઈ છાના ખૂણાઓમાં જામ છલકાઈ રહ્યા છે. જે ચાહે 31મી ડિસેમ્બર હોય કે ઉત્તરાયણ ની પાર્ટી જામ પે ચીયર્સ તે એક રૂઢિ માં તબદીલ થતો ચાલ્યો છે. યુવતીઓમાં સિગારેટના નફિકરા કશ ખેંચવાના સીન આજે ગુજરાત યુનિવર્સીટી જેવા એજ્યુકેશન હબ વિસ્તારમાં એક સામાન્ય દ્રશ્ય થઇ પડ્યા છે. ત્યારે ગુજરાત કદાચ દ્રાય સ્ટેટ હોવાથી અહીં આ ધંધા છાના છપનાં ચાલે છે. બાકી યુવાનો અને યુવતીઓએ પણ આ મઝા લેતા ક્યાંકને કયાક નોંધાય છે.

અહીં પેચીદો સવાલ તે જ છે , સરદાર, ગાંધી અને મોદીજીના આ ગુજરાતના વારસામાં ક્યુ ગ્રહણ લાગ્યું છે કે, યુવાનો બાદ સ્ત્રીઓ પણ નશેડી થઇ રહી છે. જો, કે શરાબ સિવાય, સિગારેટ, હુક્કો , ડ્રગ, ઇવન ક્યાંક ગુટખા ખાતી યુવતીઓ કે સ્ત્રીઓની સંખ્યામાં પણ વધારો છે જ.. ત્યારે આ માટે વધી રહેલ પાર્ટી ક્લચર આ માટે જવાબદાર છે..પાર્ટીમાં પુરુષો સાથે સામેલ થતી સ્ત્રીઓ એક ફેશન સમજી ગ્લાસ ભરવા લાગી છે. ત્યારે કયાંક ગ્લાનિ પણ થાય છે કે, આ ક્યુ ક્લચર છે ?? કે જે સમાજને અધોગતિ તરફ ધકેલી રહ્યું છે. સ્ત્રીઓ કે જેને માથે પુરુષોને આવી લત માંથી છોડાવવાની જવાબદારી છે તે જ અગર ગ્લાસ ભરશે? તો કોણ કોને રોકશે.?

જિંદગી ક્યાંક તેટલી ઇઝી તો નથી થઇ પડીને કે તેમા ક્યાંક….

આની પાછળનું એક લોજીક તે પણ છે કે, જિંદગી ક્યાંક તેટલી ઇઝી થઇ છે, કે જ્યાં રોમાંચકતા કે સાહસ નથી. વર્ચ્યુઅલ યુગે ઘણું છીનવ્યું છે, જેમાં આ સાહસ, શોર્ય અને રોમાંચકતા પણ છે. જે બાળકોને પણ ઇવન રમત-ગમતમાં નથી મળી રહી. જેના કારણે તેમના અંદરની ઉર્જા પોઝીટીવને બદલે આવા રોમંચ ને માણવા ક્યાંક દારૂ તો ક્યાંક સ્ત્રી તરફી ગુનાખોરી તરફ વળી જાય છે. ત્યારે હવે તેમ ફીલ થાય છે કે, દેશમાં RSS જેવી સંસ્થાઓ સક્રિય થાય. યુવાનોને ડિસિપ્લિન અને દેશપ્રેમના પાઠ શીખવે જેનાથી ઓટોમેટિક જ લોકોમાં એક શિસ્ત કેળવાશે. RSS જેવી સંસ્થાઓ જ કદાચ આ કામ ખુબ સારી રીતે કરી શકે તેમ છે. બાકી દેશમાં યુવાનો આજે દિશાવિહીન છે તે એક જમીની સચ્ચાઈ છે. શરાબ તો એક બદનામ છે. અન્યથા ગુનાખોરીના કેટલાય આયામો ખુમારી અને એક્સાઈટમેન્ટની ખાલી જગ્યા પૂરવા થઇ રહ્યા છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…