Covid-19/ વિશ્વમાં ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ભારતમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં Active કેસ

ભારતમાં કોરોના માટે સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં માત્ર 7 હજાર 81 નવા કેસ સામે આવ્યા છે.

Top Stories India
Coronavirus

વિશ્વમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 27 કરોડ 41 લાખ 68 હજાર 137 થઈ ગઈ છે. આ આંકડો સતત વધી રહ્યો છે. જ્યાં એક તરફ કોરોના સતત લોકોને પોતાની ઝપટમાં લઈ રહ્યો છે ત્યારે વિશ્વમાં મહામારી સામે ચાલી રહેલા રસીકરણ અંતર્ગત 8 અબજ 65 કરોડ 74 લાખ 12 હજાર 210 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વિશ્વમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 27 કરોડ 41 લાખ 68 હજાર 137 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 53 લાખ 49 હજાર 431 લોકો મૃત્યુ પામ્યા છે. વળી ભારતમાં પણ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – સાવધાન! / સમગ્ર વિશ્વમાં લોકડાઉન Return, અમેરિકામાં Omicron નાં રાતો-રાત ડબલ થયા કેસ

ભારતમાં કોરોના માટે સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં માત્ર 7 હજાર 81 નવા કેસ સામે આવ્યા છે. વળી, કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા તેના કરતા વધારે છે. તાજેતરનાં આંકડાઓ અનુસાર, હવે દેશમાં કોરોનાનાં માત્ર 83 હજાર 913 સક્રિય કેસ બાકી છે, જે છેલ્લા 570 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લા એક દિવસમાં કોરોનાનાં 7 હજાર 469 દર્દીઓ સાજા પણ થયા છે. આ પછી હવે કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા 3 કરોડ 41 લાખ 78 હજાર 940 પર પહોંચી ગઈ છે. સક્રિય કેસ હવે કુલ કેસનાં માત્ર 0.24 ટકા બાકી છે. વળી, કોરોનામાંથી સાજા થવાનો દર પણ વધીને 98.38 ટકા થઈ ગયો છે. છેલ્લા 76 દિવસથી દૈનિક ચેપનો દર પણ 2 ટકાથી નીચે રહ્યો છે. છેલ્લા એક દિવસમાં કોરોનાનાં 264 દર્દીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે ભારતમાં કોરોનાનાં કારણે કુલ મૃત્યુઆંક 4 લાખ 77 હજાર 422 પર પહોંચી ગયો છે.

જો રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1,37,46,13,252 લોકોને રસી આપવામાં આવી છે. જેમાંથી શનિવારે 76 લાખ 54 હજાર 466 ડોઝ આપવામાં આવ્યા હતા. વળી, ICMRએ કહ્યું કે અત્યાર સુધીમાં 66 કરોડ 41 લાખ 9 હજાર 365 સેમ્પોલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી શનિવારે 12 લાખ 11 હજાર 977 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. વળી, ભારતમાં કોરોના વાયરસ વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 143 થઈ ગઈ છે. જો આપણે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો પર નજર કરીએ, તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 66,48,694 લોકો સંક્રમિત જોવા મળ્યા છે અને 1,41,340 લોકોનાં મોત થયા છે.