પાકિસ્તાન/ PCB ચેરમેન રમીઝ રાજાએ કહ્યું મેદાનમાં અપમાનનો બદલો લઇશું

ન્યૂઝીલેન્ડની ટીમે મેચની ગણતરીની મિનિટો પહેલા ટૂર રદ કરી સ્વદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે PCBને કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું

Top Stories
ramiz raja PCB ચેરમેન રમીઝ રાજાએ કહ્યું મેદાનમાં અપમાનનો બદલો લઇશું

ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે પાકિસ્તાનમાં પોતાની ટીમના પ્રવાસ રદ કરી દેતા PCB ચેરમેન રમીઝ રાજા ગુસ્સે થયા છે. તેમણે તાજેતરમાં આપેલા નિવેદનમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમને T-20 વર્લ્ડ કપમાં બંને ટીમોને ધૂળ ચટાડી બદલો લેવા માટે ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહમાં પાકિસ્તાન ક્રિકેટને 2 મોટા ઝટકા લાગ્યા  છે. પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે મેચની ગણતરીની મિનિટો પહેલા ટૂર રદ કરી સ્વદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે PCBને કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હતુ. એટલું જ નહીં NZ બાદ ઇંગ્લેન્ડે પણ મહિલા અને પુરુષ ટીમને પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય કર્યો હતો.

રમીઝ રાજાએ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં જોઇ લેવાની ધમકી આપતું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે પહેલા જ્યારે પાકિસ્તાની ટીમ કોઇપણ ટૂર્નામેન્ટ અથવા વર્લ્ડ કપમાં રમવા જતી ત્યારે અમારો ટાર્ગેટ માત્ર ઈન્ડિયન ટીમ હતી. પરંતુ હવે આ યાદીમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ પણ સામેલ થઈ ગઈ છે.

 

પાકિસ્તાની ટીમ આ બંને ટીમને ટૂર્નામેન્ટમાં હરાવીને પોતાની સાથે થયેલા અપમાનનો બદલો લેશે. અમારા ક્રિકેટર્સ મેદાનમાં પોતાના પ્રદર્શનથી બધાની બોલતી બંધ કરી દેશે.