Not Set/ સ્વતંત્રતા દિવસ પર PM મોદીનો સાફો દર વર્ષે બદલાતો રહ્યો, 2014 થી 2021 સુધી આવી હતી સ્ટાઇલ

2014 થી 2021 સુધી 15 ઓગસ્ટના રોજ પીએમ મોદીની પાઘડી કે સાફો ચર્ચામાં રહ્યા છે. પીએમ લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે ખાસ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળે છે. આ વખતે પણ તે પોતાની અલગ શૈલીમાં જોવા મળ્યા હતા.

Top Stories India Trending
RAVINDRA NATH 3 સ્વતંત્રતા દિવસ પર PM મોદીનો સાફો દર વર્ષે બદલાતો રહ્યો, 2014 થી 2021 સુધી આવી હતી સ્ટાઇલ

દેશ્ભામાં આજે 75માં સ્વતંત્રતા દિવસની ઉલ્હાસભેર ઉજવણી થઈ રહી છે. સ્વતંત્રતા દિવસ પર, દરેક દેશવાસીઓની નજર લાલ કિલ્લા પર યોજાનારા કાર્યક્રમ પર સ્થિર છે. લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે પ્રધાનમંત્રી ખાસ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળે છે. વર્ષ 2014 થી 2021 સુધી પ્રધાનમંત્રીની પાઘડી કે સાફા પણ ચર્ચામાં રહ્યા છે. હંમેશની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની અલગ શૈલીમાં દેખાયા.

વડાપ્રધાન મોદી આજે સ્વતંત્રતા દિવસે 8 મી વખત એક અલગ સફામાં દેખાયા હતા. આ વખતે પીએમ મોદીએ કેસરી રંગનો સાફા પહેર્યો છે અને તેનો પાછળનો ભાગ તેમના ગમછાની બોર્ડર સાથે મેચ થઈ રહ્યો છે. ગયા વર્ષે 2020 માં સ્વતંત્રતા દિવસ પર, તેણે ક્રીમ કલર સ્ટ્રીપનો કેસરી રંગનો સાફા પહેર્યો હતો અને સાથે તેનો ગમછા પણ સાફા સાથે મેચિંગ હતો.

પાઘડી

વર્ષ 2019- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019 માં સ્વતંત્રતા દિવસે પીળી, લાલ અને લીલી પાઘડીની પેટર્નવાળી પાઘડી પહેરી હતી.

વર્ષ 2018- પ્રધાનમંત્રીએ 2018 ના સ્વતંત્રતા દિવસે ઘેરો કેસરી અને લાલ રંગની પાઘડી પહેરી હતી.

વર્ષ 2017- પ્રધાનમંત્રીએ 2017 ના સ્વતંત્રતા દિવસે ચટક લાલ અને પીળી પાઘડી પહેરી હતી. આ પાઘડીમાં પાછળની બાજુએ લાંબુ કપડું હતું.

વર્ષ 2016- વડાપ્રધાને લાલ-ગુલાબી અને પીળો રાજસ્થાની સાફા પહેર્યો હતો. આ સાથે, તે સાદા કુર્તા અને ચુરીદાર પાયજામામાં જોવા મળ્યા હતા.

વર્ષ 2015- વર્ષ 2015 માં, વડા પ્રધાન મોદીએ નારંગી બાંધણીનો સાફો બાંધ્યો હતો. જેના પર લાલ અને લીલા પટ્ટાઓ હતા.

વર્ષ 2014- વડાપ્રધાન મોદીએ 2014 ના સ્વતંત્રતા દિવસ પર કેસર અને લીલા જોધપુરુ બંધેજ સાફો બાંધ્યો હતો.

સ્વતંત્રતા દીવસ / ૭૫માં સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી, CM વિજય રૂપાણીએ તિરંગાને આપી સલામી

સ્વતંત્રતા દિવસ / ‘જન ગણ મન’ રાષ્ટ્રગીતની રચના કેવી રીતે થઇ આવો જાણીએ ….