સ્વતંત્રતા દિવસ/ ‘જન ગણ મન’ રાષ્ટ્રગીતની રચના કેવી રીતે થઇ આવો જાણીએ ….

દેશભરમાં ઠેરઠેર ધ્વજવંદનના કાર્યક્રમ યોજાય છે. અને રાષ્ટ્રગીત ગવાય છે. ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ છે. તેની રચના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી

Top Stories India Trending

રાષ્ટ્રગીત : દેશ તેની સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. આ શુભ પ્રસંગે દેશભરમાં ઉજવણીનું વાતાવરણ છે. ઠેરઠેર લોકો એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ સ્વતંત્રતા દિવસના દિવસે અનેક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં દેશના બહાદુર અને શહીદ પુત્રોને યાદ કરવામાં આવે છે. દેશ 1947 માં 15 ઓગસ્ટના રોજ આઝાદ થયો. તે પહેલા દેશમાં અંગ્રેજોનું  શાસન હતું .

સ્વતંત્રતા દિવસે વડા પ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે. જયારે, દેશભરમાં ઠેરઠેર ધ્વજવંદનના કાર્યક્રમ યોજાય છે. અને રાષ્ટ્રગીત ગવાય છે. ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ છે. તેની રચના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. જોકે, બહુ ઓછા લોકો રાષ્ટ્રગીતની રચના કેવી રીતે થઇ તે વિષે જાણે છે.  ચાલો આજે સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે ત્યારે આપણે રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ વિશે વિગતવાર જાણીએ-

– રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ના લેખક રવિન્દ્રનાથ ટાગોર છે.
– ‘જન ગણ મન’ મૂળ બંગાળી ભાષામાં લખાયેલ છે.
– ‘ભારત ભાગ્ય વિધાતા’ ગીતમાંથી ‘જન ગણ મન’ ની રચના કરવામાં આવી છે.
– ‘જન ગણ મન’માં પાંચ શ્લોક છે. આ શ્લોકોમાં ભારતીય સંસ્કૃતિ, અને સ્વતંત્રતા સંગ્રામ  સભ્યતા વર્ણવવામાં આવી છે.
– ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજીત કોલકાતા સત્રના બીજા દિવસે 27 ડિસેમ્બર, 1911 ના રોજ પ્રથમ વખત રવિન્દ્રનાથ ટાગોરે હિન્દી અને બંગાળી બંને ભાષામાં ગાયું હતું.
– 24 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ સભા દ્વારા રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ના પ્રથમ શ્લોકને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.
– જર્મનીના હેમ્બર્ગમાં 11 સપ્ટેમ્બર, 1942 ના રોજ, રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ પ્રથમ વખત વિશ્વ મંચ પર રજૂ થયું.
– 28 ફેબ્રુઆરી, 1919 ના રોજ, રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને તેને મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા નામ આપ્યું. જ્યારે, તેનું હિન્દી-ઉર્દૂ રૂપાંતર તત્કાલીન ભારતીય રાષ્ટ્રીય સેનાના કેપ્ટન આબિદ અલી દ્વારા કરવામાં આવ્યું હતું.
– ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રગીત માત્ર 52 સેકન્ડમાં ગાવું જોઈએ.
-જ્યારે, સંક્ષિપ્ત સંસ્કરણ 20 સેકંડની અંદર ગાવું જોઈએ.
– ટૂંકા સંસ્કરણમાં રાષ્ટ્રગીતની પ્રથમ અને છેલ્લી પંક્તિઓ ગવાય છે.

આઝાદીનું જશ્ન / 75માં સ્વાતંત્ર્ય દિને PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Independence Day / દુનિયાનાં આ પાંચ દેશો પણ 15 મી ઓગસ્ટે જ મનાવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ