- અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ ઝડપાયું
- સાયબર યુનિટે ઓનલાઈન પાર્ટી ડ્રગ્સ કૌભાંડ પકડ્યું
- આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીઓથી મોકલાતું હતું ડ્રગ્સ
- પુસ્તકો, રમકડાની આડમાં પાર્ટી ડ્રગ્સ મંગાવાતું
Ahmedabad News: ડ્રગ્સ માફિયાઓ માટે જાણે ગુજરાત હોટ ફેવરિટ સ્પોટ બન્યું હોય તેમ મેફેદ્રોન ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સના આંકડા ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનો ઘટસ્ફોટ કરે છે. જેમાં અમદાવાદ ડ્રગ્સનું હબ બન્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઓપરેશનમાં 46 લાખથી વધુના ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, આ સમગ્ર ડ્રગ્સ કૌભાંડ આંતરરાષ્ટ્રીય લેવલ પર ચાલતુ હતુ, કેનેડાથી દેશભરમાં કોકોઇન અને કેનાબીજ જેવા કેફી ડ્રગ્સ પદાર્થોને સપ્લાય કરવામાં આવતુ હતુ, આ સમગ્ર કૌભાડમાં ડ્રગ્સને એક કૂરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરાતુ હતુ.

પ્રાથમિક માહિતી મુજબ ઓપરેશનમાં 46 લાખથી વધુના ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, કેનેડાથી દેશભરમાં કોકોઇન અને કેનાબીજ જેવા કેફી ડ્રગ્સ પદાર્થોને સપ્લાય કરવામાં આવતુ હતુ. આ પાર્ટી ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમા સપ્લાય કરવામા આવતુ હતુ. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગનુ સંયુક્ત ઓપરેશનમાં 2.31 લાખનુ કૉકેઈન અને 46 લાખની કિંમતના 5.97 કિલો કેનાબીજ ડ્રગ્સને કબજો કરવામા આવ્યા હતા. ખાસ વાત છે કે, પુસ્તકના પાનાને ડ્રગ્સમા પલાડી દેશ દુનિયામાં મોકલવામા આવતું હતુ, એટલું જ નહીં આ સમગ્ર રેકેટમાં ડ્રગ્સને એક આંતરરાષ્ટ્રીય કૂરિયર કંપની મારફતે ટ્રાન્સફર કરવામાં આવતુ હતુ. આમાં ડાર્ક વેબથી ઓર્ડર આપીને આ ડ્રગ્સ મેળવાતું હતુ.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો
આ પણ વાંચો:હાટકેશ્વર બ્રિજ તોડવા માટે પણ ટેન્ડર..!
આ પણ વાંચો:સુરતમાં ગરબા રમતા રમતા ઢળી પડ્યો યુવક, થયું મોત
આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર
