Surat/ સુરતમાં ગરબા રમતા રમતા ઢળી પડ્યો યુવક, થયું મોત

ગણેશ વિસર્જન દરમિયાન ગરબા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. દરમિયાન દર્શન જયેશભાઇ રાઠોડ નામનો 21 વર્ષીય યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો.

Gujarat Surat
Mantavyanews 33 4 સુરતમાં ગરબા રમતા રમતા ઢળી પડ્યો યુવક, થયું મોત

Surat News: રાજ્યમાં દિવસે ને દિવસે નાની ઉંમરમાં હાર્ટ અટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક સુરતમાં હાર્ટ અટેકથી મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના પલસાણાના બગુમરા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન ગરબા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. દરમિયાન દર્શન જયેશભાઇ રાઠોડ નામનો 21 વર્ષીય યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો.  જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, રત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે આવેલા પારસી ફળિયા ખાતે રહેતો 21 વર્ષીય દર્શન કુમાર જયેશભાઈ રાઠોડ વિસર્જનના આગલી રાતે આમલી ફળિયામાં ગણપતીજીના મંડપ પાસે ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન તે બેભાન થઇ ગયો હતો. જેથી યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. યુવકના મોતનું કારણ પીએમ રીપોર્ટ બાદ જ બહાર આવી શકશે.

તાજેતરમાં જ સુરતમાં ગોડાદરામાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું બેભાન થયા બાદ મોત થયું હતું. આ વિધાર્થીન શાળામાં જ બેભાન થઇ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં પણ સામે આવ્યા હતાં. બેભાન થયા બાદ વિદ્યાર્થિનીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં વી હતી જ્યાં હાજર ડોક્ટરે તેન મૃત જાહેર કરી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવાં પામી હતી.

આ પણ વાંચો:દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ

આ પણ વાંચો:બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું