Not Set/ સુરત/ સુમુલ ડેરીનાં ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, એક યુવકનું મોત

સુરતમાં અકસ્માતની ઘટના અટકવાનું નામ જ નથી લઇ રહી. અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધરો જોવા મળી રહ્યો છે. એટલું જ અકસ્માતોમાં માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આવામાં વધુ એક સુરતથી અકસ્માતની ઘટના સામે આવી છે. ગત મોડી રાતે સુરતના અલકાપુરી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું […]

Gujarat Surat
aa 3 સુરત/ સુમુલ ડેરીનાં ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, એક યુવકનું મોત

સુરતમાં અકસ્માતની ઘટના અટકવાનું નામ જ નથી લઇ રહી. અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધરો જોવા મળી રહ્યો છે. એટલું જ અકસ્માતોમાં માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આવામાં વધુ એક સુરતથી અકસ્માતની ઘટના સામે આવી છે.

ગત મોડી રાતે સુરતના અલકાપુરી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ મામલે મળતી માહિતી અનુસાર સુરતના અલકાપુરી બ્રિજ પર સુમુલ ડેરીનાં દૂઘ વાહ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે પુર ઝડપે આવી રહેલ સુમુલ ડેરીનાં દૂઘ વાહને બાઈક પર સવાર યુવકે અડફેટે લીધો હતો. જે બાદ 28 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે આવી હતી અને યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જવાન છોકરાને ગુમાવતા પરિવારજનો શોક છવાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.