બિપરજોય/ પ્રચંડ ગતિથી આગળ વધતુ બિપરજોયઃ દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવાયા

પ્રચંડ ગતિએ આગળ વધતા બિપરજોય વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના છ દરિયાકાંઠાના જિલ્લાઓને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ તોફાન 15 જુને કચ્છ અને પાકિસ્તાનમાં કરાચીમાં ત્રાટકશે.પણ આ વાવાઝોડું સતત માર્ગ બદલતુ રહે છે.

Top Stories Gujarat
Bipperjoy 5 2 પ્રચંડ ગતિથી આગળ વધતુ બિપરજોયઃ દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવાયા

ભૂજઃ પ્રચંડ ગતિએ આગળ વધતા બિપરજોય Bipperjoy વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના છ દરિયાકાંઠાના જિલ્લાઓને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ તોફાન 15 જુને કચ્છ અને પાકિસ્તાનમાં કરાચીમાં ત્રાટકશે.પણ આ વાવાઝોડું સતત માર્ગ બદલતુ રહે છે. આ સંજોગોમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. વીજળીના કડાક સાથે ધોધમાર વરસાદ પડશે તેમ હવામાન વિભાગના નિષ્ણાતો કહે છે. તેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોને અત્યારે હાઇએલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.

સંભવિત બીપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગ Bipperjoy દ્વારા આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસાશન દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. સંભવિત વાવાઝોડાના પગલે ઓખા બંદર ઉપર 10 નંબરનું (ગ્રેટ વોર્નિંગ) સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે, તેમ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્‍યું છે. વાવાઝોડાની આગાહીના પગલે માછીમારોને દરિયામાં નહિ જવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા, સલામત સ્‍થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર કચ્‍છ, જામનગર, Bipperjoy મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં 13-15 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં અહીં ખૂબ જ વધુ ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સૂસવાટા સાથે પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાતને પગલે, દરિયા કિનારે રહેતા લગભગ 1,500 લોકોને સલામતી માટે આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવ્‍યા છે. વળી દરિયાકાંઠાના વિસ્‍તારોના માછીમારોને 15 જૂન સુધી દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ North Korea Suicide/ ઉત્તર કોરિયામાં વધી રહેલા આત્મહત્યા કેસ મામલે તાનાશાહ કિંમ જોગે જાહેર કર્યું આ ફરમાન,જાણો

આ પણ વાંચોઃ Maharashtra/ મુંબઈની જુહુ ચોપાટીમાં 5 છોકરાઓ ડૂબ્યા,એકને બચાવી લેવાયો,ચાર હજુપણ લાપતા

આ પણ વાંચોઃ Chandrayaan 3/ ISROના અધ્યક્ષે ચંદ્રયાન-3ના લોન્ચને લઇને કરી આ મોટી જાહેરાત

આ પણ વાંચોઃ ટેલિફોનિક વાત/ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત, તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી

આ પણ વાંચોઃ Kashmir/ ટેરર ફંડિંગ કેસમાં NIAની કાર્યવાહી, કુપવાડા જિલ્લામાં ઝહૂર વટાલીની 17 મિલકતો જપ્ત