સુરતના સરથાણા વિસ્તારમાં બે મહિલાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઇજા પામતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સરથાણા વિસ્તારમાં રવિવારના દિવસે એક મહિલા નોકરી પરત ફરી હતી. નોકરીના કામમાં વ્યવસ્તતા બાદ આ મહિલા રજા હોવાથી ઘરે આવી હતી. જ્યાં અન્ય એક મહિલા બેફામ ગાળો બોલી ઘરમાં ઘુસી તે મહિલા પર હુમલો કરે છે. અને ગંભીર રીતે ઘાયલ થાય છે. જો કે બે મહિલા વચ્ચેની હાથપાઈમાં એક મહિલા ઇજા પામતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી.
સામાન્ય રીતે આપણે પુરુષો વચ્ચે અને મહિલા અને પુરુષ વચ્ચે કોઈ બાબતને લઈને ઝગડા બાદ મારામારીની ઘટના બનતી હોવાનું જોઈએ છીએ. જ્યારે હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં બે મહિલાઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતને લઈને ઝગડો થયો. શાબ્દિક સ્વરૂપે શરૂ થયેલ ઝગડામાં મહિલાઓ આખરે હાથથી મારામારી કરવા લાગી. જેમાં એક મહિલા અચાનક કોઈ મહિલાના ઘૂરમાં ઘૂસી બેફામ ગાળો બોલવા લાગે છે. અને નોકરી પરથી ફરેલ મહિલા પર હુમલો કરે છે.
આ ઘટનામાં એવું જાણવા મળ્યું કે હુમલો કરવામામાં આવ્યો તે મહિલા પર અન્ય મહિલાએ ઇરાદાપૂર્વક માર માર્યો હતો. હુમલો કરનાર મહિલા એવું માનતી હતી કે આ મહિલા દમણ ખાતેના કન્ટ્રોલ રૂમમાંમાથી તેના પરિવારને ફોન કરી ધમકી આપતી હતી. તેનાથી ઉશ્કેરાઈ જાગૃતિ નામની મહિલા પર જીવલેણ હુમલો કર્યો હોવાનું જણાવ્યું. બનાવના પગલે મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલ આ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં પરિવારજનો ન્યાયને લઈને કમિશનર તેમજ ગૃહમંત્રીને બે દિવસમાં રજૂઆત કરશે.
આ પણ વાંચો : UP ACCIDENT/ ઉ.પ્ર.માં સ્કૂલ બસ અને વાન વચ્ચે જોરદાર ટક્કર, ચાર બાળકો સહિત પાંચના મોત
આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ અમેરિકાના લેવિસ્ટન શહેરમાં ભીષણ ગોળીબારમાં 22ના મોત
આ પણ વાંચો : Surat Mass Suicide Case/ સુરત સામુહિક આપઘાત મામલે SITની કરાઈ રચના, SIT ટીમનું ફોકસ બેંક એકાઉન્ટ્સ, અને મોબાઈલ CDR પર