Not Set/ કેરલ/ વિપક્ષનાં નેતાએ કર્યા રાજ્યપાલ સામે સનસનીખેજ આક્ષેપો, કહ્યું ભાજપની કઠપુતળી

કેરલ વિધાનસભાના વિપક્ષી નેતા રમેશ ચેન્નીથલા દ્વારા મોટો અને સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. રમેશ ચેન્નીથલાનાં આક્ષેપથી રાજકીય ખડભડાટ મચી જવા પામ્યો છે. કેરલ વિધાનસભાના વિપક્ષી નેતા રમેશ ચેન્નીથલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે, સીપીએમ અને રાજ્યપાલ વચ્ચે ગુપ્ત સમજૂતી છે, ગુપ્ત સમજૂતીની વાત સ્પષ્ટ અને સાચી છે કારણ કે, લવાલીન ભ્રષ્ટાચાર કેસમાં મુખ્યમંત્રી સામેલ […]

Top Stories India
keral 1 કેરલ/ વિપક્ષનાં નેતાએ કર્યા રાજ્યપાલ સામે સનસનીખેજ આક્ષેપો, કહ્યું ભાજપની કઠપુતળી

કેરલ વિધાનસભાના વિપક્ષી નેતા રમેશ ચેન્નીથલા દ્વારા મોટો અને સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. રમેશ ચેન્નીથલાનાં આક્ષેપથી રાજકીય ખડભડાટ મચી જવા પામ્યો છે. કેરલ વિધાનસભાના વિપક્ષી નેતા રમેશ ચેન્નીથલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે, સીપીએમ અને રાજ્યપાલ વચ્ચે ગુપ્ત સમજૂતી છે, ગુપ્ત સમજૂતીની વાત સ્પષ્ટ અને સાચી છે કારણ કે, લવાલીન ભ્રષ્ટાચાર કેસમાં મુખ્યમંત્રી સામેલ છે, જે સુપ્રીમ કોર્ટમાં આ અઠવાડિયે સુનાવણી માટે આવશે. લવાલીન ભ્રષ્ટાચાર કેસમાં મુખ્યમંત્રીને પોતાનાં બચાવ માટે કેન્દ્ર સરકારની મદદની જરુર છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન કેન્દ્ર સરકારને સીએએ પાછો ખેંચવાની વિનંતી કરતો કેરલનો ઠરાવ પસાર કરવા માટે કેરળ વિધાનસભાની મજાક ઉડાવી રહ્યા છે. કેરાલનાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનાં આવા વર્તન વિશે વાત કરતા કેરલ વિધાનસભાના વિપક્ષી નેતા રમેશ ચેન્નીથલા દ્વારા આ મોટો અને સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે, રમેશ ચેન્નીથલા દ્વારા આ મામલે વધુ ગહન આક્ષેપ લગાવતા, રાજ્યપાલને જ કેરલ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ કહેતા વધુમાં કહ્યું છે કે, તેઓ(રાજ્યપાલ) ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે, આરએસએસ અને ભાજપના હાથની કઠપુતળી તરીકે કામ કરી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.