ayushman card/ આયુષ્યમાન કાર્ડ યોજનાને ગુજરાતમાં જબરજસ્ત સફળતાઃ દાવા પતાવટમાં રાજ્ય ટોચ પર

વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી આયુષ્યમાન કાર્ડ યોજનામાં દાવા ચૂકવણીના સંદર્ભમાં 6,589 કરોડની ચૂકવણી સાથે ગુજરાત દેશભરમાં ટોચ પર હોવાનું પુરવાર થયું છે.

Top Stories Gujarat
Ayushman Card 2022 આયુષ્યમાન કાર્ડ યોજનાને ગુજરાતમાં જબરજસ્ત સફળતાઃ દાવા પતાવટમાં રાજ્ય ટોચ પર
  • ગુજરાતમાં 6,589 કરોડના દાવાની ચૂકવણી કરવામાં આવી
  • 2018થી 2022 સુધીમાં 1.67 કરોડ લોકોએ આયુષ્યમાન કાર્ડ આરોગ્ય વીમાનો લાભ લીધો
  • ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ 2,827 હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ

Ayushman card: ભાજપ સરકારને ગુજરાતની પ્રજાએ કેમ 156 બેઠક આપી તેનો વધુ એક પુરાવો આયુષ્યમાન કાર્ડ યોજનાના (Ayushman card) સ્વરૂપમાં મળ્યો છે.  સમગ્ર દેશ માટે વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી આયુષ્યમાન કાર્ડ યોજના (Ayushman card) ઉપયોગી સાબિત થઈ જ છે, પરંતુ ગુજરાતમાં તો તે વિશેષ ઉપયોગી સાબિત થઈ છે. આયુષ્યમાનના દાવા ચૂકવણીના સંદર્ભમાં 6,589 કરોડની ચૂકવણી સાથે ગુજરાત દેશભરમાં આયુષ્યમાન કાર્ડના ઉપયોગમાં ટોચ પર હોવાનું પુરવાર થયું છે.

અત્યાર સુધીમાં એટલે કે 2018થી 2022 સુધીમાં કુલ 1.67 કરોડ લોકોએ આયુષ્યમાન કાર્ડ પર આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ 2,827 જેટલી હોસ્પિટલમાં વીમા યોજનાઓ પણ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

આમ રાજ્યનું કોઈપણ ગરીબ કે મધ્યમવર્ગીય કુટુંબ આકસ્મિક માંદગીના લીધે ખર્ચાના ખાડામાં ઉતરી ન જઈને દેવાદાર બની ન જાય તેની ચિંતા સરકારે કરી છે. ગુજરાતમાં 1974 સરકારી અને 853 ખાનગી એમ કુલ 2,827 જેટલી હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

તાજેતરમાં જ ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા યોજનાનું સંકલન કરીને પીએમજેએવાય યોજના અમલી બનાવી છે. આ ઉપરાંત સરકારે આયુષ્યમાન વીમા યોજના હેઠળ મળતું પાંચ લાખનું આરોગ્ય સુરક્ષા વીમાકવચ વધારીને દસ લાખ કરવા માટે વિચારણા શરૂ કરી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 35 લાખ જેટલા ક્લેમ્સ આયુષ્યમાન અંતર્ગત નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે છે. દાવાની રકમની ચૂકવણીની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ટોચના ક્રમે આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો હેતુ દેશના આર્થિક રીતે નબળા લોકોને આરોગ્ય વીમો પ્રદાન કરવાનો છે. તેની સાથે આ યોજના 10.74 કરોડથી પણ વધારે કુટુંબોને પાંચ લાખ રૂપિયાનો વીમો પૂરો પાડે છે.

ગુજરાતમા આ યોજનાની સફળતા દર્શાવે છે કે લોકોને તે કેટલી ઉપયોગી નીવડી છે. કોઈપણ ગરીબ કે મધ્યમ વર્ગીય કુટુંબ માટે આરોગ્ય પાછળનો ખર્ચ બહુ મોટો હોય છે. એકાદી પણ બીમારી કુટુંબને નાણાકીય રીતે ખતમ કરી નાખવા કે ગરીબીની ગર્તામાં ધકેલી દેવા માટે પૂરતી હોય છે. આ સંજોગોમાં  પીએમ મોદીએ શરૂ કરેલી આયુષ્યમાન કાર્ડ યોજના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન નીવડીને આવી છે. આ ફક્ત ગુજરાતની વાત છે. સમગ્ર દેશમાં આ યોજનાના લાભાન્વિતો માટે પણ તે આશીર્વાદ સમાન નીવડી છે.

આ પણ વાંચોઃ

New Ministers New Bunglow/ ભુપેન્દ્ર પટેલની સરકારના નવા પ્રધાનોને થઈ બંગલાની ફાળવણી

The Boat Capsized/ મહારાષ્ટ્રના પાલઘર કિનારે બોટ પલટી જતા આટલા લોકોને બચાવી લેવામાં આવ્યા,જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, બજેટ અને G-20 પર થશે ચર્ચા