Not Set/ ભરૂચમાં ધર્માંતરણ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 4 લોકોની કરાઈ ધરપકડ

ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે કેટલાક લાલચ આપી ધર્મપરિવર્તન કરાવતા હતા.સમગ્ર મામલો પ્રકાશમાં આવતા ભરૂચ પોલીસ દોડતી થઈ હતી.

Gujarat Others
ધર્માંતરણ
  • ભરૂચ ધર્માંતરણ કેસમાં 4ની ધરપકડ
  • લોભ લાલચ આપી કરાવતા હતા ધર્માતરણ
  • 9 લોકો સામે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ
  • પોલીસે 3 ટીમો બનાવી હાથ ધરી તપાસ
  • ભરૂચ આમોદના કાંકરિયા ગામની ઘટના

ભરૂચના ધર્માંતરણ કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ ગામના ગરીબ લોકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવતા હોવાનું સામે આવ્યું છે .પોલીસ ધર્માંતરણ કરાવતા 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.મામલાની તપાસ કરતા પોલીસે હાલ 4 શખ્સોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : GPSC પાસ 169 ઉમેદવારોની નિયુક્તિની રાહમાં, નિષ્ફળ વિદ્યાર્થીઓએ મામલો કોર્ટમાં પડકાર્યો

ઉલ્લેખનિય છે કે ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે કેટલાક લાલચ આપી ધર્મપરિવર્તન કરાવતા હતા.સમગ્ર મામલો પ્રકાશમાં આવતા ભરૂચ પોલીસ દોડતી થઈ હતી.હાલ તો પોલીસે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.

આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયુ હતું. એક તરફ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ ફરિયાદ કરનાર યુવાનને ધાકધમકીઓ આપવામાં મળીરહી છે. ગામના સરપંચ અનિલ વસાવાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ગામમાં ધર્માંતરણની ગેરપ્રવૃત્તિ ચાલી રહી હતી.

આ પણ વાંચો : સુરતના અભેટા ગામ પાસે દુર્ઘટના, જાનૈયા ભરેલી બસમાંથી નીચે પટકાતા યુવાનનું મોત

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ મામલે જણવ્યું હતું કે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. ફંડિંગ ક્યાંથી? કાયા માધ્યમથી? કોના દ્વારા ? અને કોને મોકલવામાં આવ્યું છે ? જેવા પ્રશ્નોના પોલીસ જવાબ શોધી રહી છે. મામલો એ માટે ગંભીર માનવામાં આવી રહ્યો છે કે ફંડીંગનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે પણ થઇ શકે તે હકીકત નકારી શકાય તેમ નથી.

આમોદના હિન્દૂ સંગઠનના અગ્રણી મુકેશ જાદવે જણાવ્યું હતું કે દાયકાથી સતત આદિવાસીઓના ધર્માંતરણના પ્રયાસ ચાલી રહ્યા હતા જોકે વર્ષ 2018 બાદ પૈસાની લાલચનો પેતરો સફળ રહેતા 100 થી વધુ લોકોનું ધર્મ પરિવતર્ન કરાવવામાં સફળ રહ્યા હતા

આ પણ વાંચો : તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ

આ પણ વાંચો :રાજકોટ ભાજપના બોર્ડમાં વિજય રૂપાણીના નામને લઇ વકર્યો વિવાદ

આ પણ વાંચો :જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 1 સિંહણ દ્વારા 5 સિંહબાળને જન્મ અપાયો