નિર્ણય/ વેક્સિન નહીં લીધી હોય તો આ રાજ્યમાં રાશન નહીં મળે…

જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) દુકાનદારોએ 31 ડિસેમ્બર સુધીમાં 1.15 કરોડ પરિવારોના તમામ પાત્ર સભ્યોનું રસીકરણ સુનિશ્ચિત કરવું જોઈએ.

Top Stories India
sivraj chauhan વેક્સિન નહીં લીધી હોય તો આ રાજ્યમાં રાશન નહીં મળે...

મધ્યપ્રદેશના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગે એક આદેશ જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓને રસીકરણ વિના સબસિડીવાળા રાશન નહીં મળે. આદેશ મુજબ જો કોવિડ-19ની બંને રસી નહી લીધી હોય તો લાભાર્થીઓને 31 ડિસેમ્બર પછી પણ રાશન નહીં મળે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) દુકાનદારોએ 31 ડિસેમ્બર સુધીમાં 1.15 કરોડ પરિવારોના તમામ પાત્ર સભ્યોનું રસીકરણ સુનિશ્ચિત કરવું જોઈએ. પીડીએસ દુકાનદારો તમામ દુકાનો પર રસીકરણ સંબંધિત જરૂરી માહિતી આપવી જોઇએ,અને લાભાર્થીઓના સ્લિપમાં પરિવારના તમામ સભ્યોના નામ હોય છે. દુકાનદારોએ ખાતરી કરવી જોઈએ કે તમામ પાત્ર લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.”

ઓર્ડરમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “જો તેઓને રસી આપવામાં આવી નથી, તો દુકાનદારે નજીકની આરોગ્ય સુવિધાઓ પર કાઉન્સેલિંગ સત્રોની ખાતરી કરવી જોઈએ. દુકાનદારોએ દર અઠવાડિયે નજીકની હોસ્પિટલમાં રસી ન અપાવનાર લાભાર્થીઓની યાદી પણ આપવી જોઈએ.”8 નવેમ્બરે તમામ જિલ્લા નાગરિક પુરવઠા અધિકારીઓને આદેશ જારી કરવામાં આવ્યો હતો.

એક વરિષ્ઠ IAS અધિકારીએ કહ્યું, ‘કોવિડ-19 રસીકરણની સમીક્ષા બેઠકમાં 31 ડિસેમ્બર સુધીમાં તમામ સરકારી યોજનાઓ અને સરકારી કર્મચારીઓના લાભાર્થીઓનું રસીકરણ સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રસીકરણ ન કરાવનારાઓને યોજનાઓનો લાભ ન ​​આપવા વિભાગે આદેશ જારી કર્યો છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ ફૈઝ અહેમદ કિડવાઈએ જણાવ્યું હતું કે, “લાભાર્થીઓ તેમજ દુકાનદારોની સલામતી સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોવિડ-19ને કારણે ઘણા પીડીએસ દુકાનદારો મૃત્યુ પામ્યા છે, તેથી અમે જોખમ લેવા માંગતા નથી. અમે બંને ડોઝ લેવા માટે પૂરતો સમય આપ્યો છે.””અમે 31 ડિસેમ્બરે પરિસ્થિતિની સમીક્ષા કરીશું. નો રાશન નો રસીકરણ અભિયાનનો મૂળ ઉદ્દેશ્ય લોકોને કોવિડ 19 સામે રસી અપાવવા માટે પ્રેરિત કરવાનો છે,.