Covid-19/ દેશમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત, આજે નોંધાયા અઢી લાખથી વધુ કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,51,209 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાહતની વાત એ છે કે પોઝિટિવ રેટમાં મોટો ઘટાડો થયો છે.

Top Stories India
11 2022 01 28T091757.752 દેશમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત, આજે નોંધાયા અઢી લાખથી વધુ કેસ
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત્
  • 24 કલાકમાં દેશમાં 2.51 લાખ કેસ નોંધાયા
  • નવા કેસ કરતા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધી
  • 3,47,443 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
  • દેશમાં દૈનિક સંક્રમણનો દર 15.88 ટકા

ય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,51,209 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાહતની વાત એ છે કે પોઝિટિવ રેટમાં મોટો ઘટાડો થયો છે. ગુરુવારે નોંધાયેલા 19.5% પોઝિટિવિટી રેટ આજે ઘટીને 15.88% પર આવી ગયો છે.

આ પણ વાંચો – TRAIનો આદેશ / ટેલિકોમ કંપનીઓએ હવે પ્રીપેડ રિચાર્જ પર 28 નહી 30 દિવસની વેલિડિટી આપવી પડશે

છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 627 લોકોનાં મોત થયા છે, જેમાંથી 153 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,92,327 થઈ ગયો છે. ભારતનો સક્રિય કેસ લોડ 22 લાખથી ઘટીને હાલમાં 21,05,611 પર આવી ગયો છે, જેની સાથે સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે જે કુલ કેસનાં 5.18% થઈ ગયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 15.88% પર પહોંચી ગયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,64,44,73,216 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 57,35,692 લોકોને રસી આપવામાં આવી છે. રિકવરી રેટ હાલમાં 93.60% છે. છેલ્લા 24 કલાકમાં 3,47,443 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,80,24,771 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં ગઈકાલે એટલે કે 23 જાન્યુઆરીએ કોરોના વાયરસ માટે 15,82,307 સેમ્પલોનાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેનાથી દેશમાં ટેસ્ટિંગની કુલ સંખ્યા 72,37,48,555 થઈ ગઈ છે.

આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video

ઉલ્લેખનીય છે કે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 ઓગસ્ટ 2020નાં રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020નાં રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020નાં રોજ 40 લાખને વટાવી ગઈ હતી. સંક્રમણનાં કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020નાં રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020નાં રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020નાં રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020નાં રોજ 80 લાખ અને 20 નવેમ્બરનાં રોજ 90 લાખને વટાવી ગયા હતા. ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 4 મેનાં રોજ 2 કરોડ, 23 જૂનનાં રોજ 3 કરોડ અને બુધવારે 4 કરોડથી વધુ થઈ ગઈ હતી.