દારૂ પાર્ટી/ મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

મહેમદાવાદ તાલુકાના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ કોંગ્રેસના અગ્રણી નેતામાંથી એક છે, તે દારૂની મહેફિલ માણતા પકડાતા સમગ્ર તાલુકામાં આશ્ચર્ય થયું છે

Top Stories Gujarat
mhd મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

મહેમદાવાદમાં દારૂની મહેફિલ પર દરોડા
પૂર્વ કોંગ્રેસ MLA સહિત 7 ઝડપાયા
પોલીસે પૂર્વ MLA ગૌતમ ચૌહાણ ઝડપાયા
કતકપુર પાટિયા પાસે ચાલતી હતી મહેફિલ
ધારાસભ્ય દારૂની મહેફિલ માણતા ઝડપાયા

મહાત્મા ગાંધીના રાજ્ય ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે, રાજ્યમાં દારૂની મહેફીલ સહિત રેવ પાર્ટીનું આયોજન સામાન્ય બની ગયું છે, એક દિવસ પહેલાજ સીઆઇડી ક્રાઇમના પોલીસ અધિકારી રાજસ્થાનમાં રેવ પાર્ટીમાંથી પકડાયા હતા જ્યારે  મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ગૌતમ ચૈૈાહાણ દારૂની મહેફીલ માણતા પકડાયા છે.

મહેમદાવાદ તાલુકાના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ કોંગ્રેસના અગ્રણી નેતામાંથી એક છે, તે દારૂની મહેફિલ માણતા પકડાતા સમગ્ર તાલુકામાં આશ્ચર્ય થયું છે, આ ધારાસભ્ય સાથે 7 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પૂર્વ ધારાસભ્ય ગૌતમ સિંહ ચૌહાણ મહેમદાવાદના  કતકપુર પાટિયા પાસે દારૂની મહેફિલ માણતા હતા પોલીસને બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોચ્યા હતા અને ગૌતમ ચૌહાણ સહિત 7 લોકોની ધરપકડ કરી હતી ,પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય પકડાયેલ 7 આરોપીઓ

  • મનીષભાઇ જગદીશભાઇ પટેલ રહે. ભાટીયાલાટ
  • નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ રહે. નવજીવન સોસાયટી મહેમદાબાદ
  • દિલીપભાઈ નટવરભાઇ શાહ રહે. પૃથ્વી કોમ્પલેક્ષ મહેમદાબાદ
  • કેયુરભાઇ નાગેશભાઇ પટેલ રહે. માકવા ગામ મહેમદાબાદ
  • બાબુભાઇ રમણભાઇ ગોહેલ રહે. છાપરા તા.મહેમદાબાદ
  • ફતેસિંહ રાવજીભાઇ ગોહેલ રહે. છાપરા તા.મહેમદાબાદ
  • અરવિદભાઇ બુધાભાઇ ચૌહાણ રહે. છાપરા તા.મહેમદાવાદ