સુરત/ જમ્મુ કાશ્મીરમાં યોજનાર આઇસ સ્ટોક વિન્ટર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતના 20 ખેલાડી રમશે

વિન્ટરમાં રમાતી આઇસ સ્ટોક ગેમની નેશનલ ચેમ્પિયનશિપમાં સુરતના 10 ખેલાડી અને ગુજરાતના 20 ખેલાડીઓ રમશે. આઇસ સ્ટોક વિન્ટરનેશનલ ચેમ્પિયનશિપ બેથી ચાર ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાશે અને જેમાં સમગ્ર ગુજરાતમાંથી 20 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

Gujarat Surat
આઇસ સ્ટોક વિન્ટર નેશનલ

જમ્મુ કાશ્મીરમાં યોજાનાર 9આઇસ સ્ટોક વિન્ટર નેશનલ ટુર્નામેન્ટમાં સુરતના 10 અને ગુજરાતના 20 ખેલાડી આઇસ સ્ટોક સ્પોર્ટસ એસોસિએશન ઓફ ગુજરાતના નેજા હેઠળ રમશે. ગુજરાતની ટીમના કોચ વિકાસ વર્મા રમતમાં જર્મની ખાતે પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને તેમને નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતને બ્રોન્ઝ મેડલ પણ અપાવ્યો છે.

વિન્ટરમાં રમાતી આઇસ સ્ટોક ગેમની નેશનલ ચેમ્પિયનશિપમાં સુરતના 10 ખેલાડી અને ગુજરાતના 20 ખેલાડીઓ રમશે. આઇસ સ્ટોક વિન્ટરનેશનલ ચેમ્પિયનશિપ બેથી ચાર ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાશે અને જેમાં સમગ્ર ગુજરાતમાંથી 20 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના 20 ખેલાડી માંથી સુરતના 10 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આઇસ સ્ટોક સપોર્ટ એસોસિએશન ઓફ ગુજરાતના નેજા હેઠળ જુનિયર અને સિનિયર એમ બે લેવલે રમનારી સ્પર્ધામાં સુરતના 10 વિદ્યાર્થીઓ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.

આઇસ સ્ટોક એક બરફ પર રમાતી આંતરરાષ્ટ્રીય ગેમ છે અને ગુજરાતની ટીમના કોચ વિકાસ વર્મા આ રમતમાં જર્મની ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને વિકાસ વર્માના માર્ગદર્શન હેઠળ જ આ 20 ખેલાડીઓની ટીમ હવે સુરતથી કાશ્મીર જવા રવાના થશે.

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાનાર આઇસ સ્ટોક વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના અલગ અલગ રાજ્યમાંથી 300 બાળકો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. મહત્વની વાત છે કે સુરતમાં યોજાયેલી આઇસ સ્ટોક સ્ટેટ ટુર્નામેન્ટમાં ડાંગ, વ્યારા, વડોદરા, અમદાવાદ ભરૂચ અને કચ્છ સહિત અન્ય શહેરોમાંથી 60થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને તેમાંથી સુરતના 10 અને ગુજરાતમાંથી કુલ 20 બાળકો નેશનલ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયા હતા.

આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય, આણંદ અને સુરત પોલીસનું સંયુક્ત ઓપરેશન, 15 આરોપીઓ સાથે લૂંટનો મુદ્દામાલ કર્યો જપ્ત

આ પણ વાંચો:અરવલ્લીમાં ઠંડીમાં ઠુઠવાઈ જવાથી ખેડૂતનું મોત

આ પણ વાંચો:ભાજપના MLA કુમાર કાનાણીએ મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, કયારે સુરતની સુરત સુધરશે…?