36મા નેશનલ ગેમ્સ/ રીધમિક જીમ્નાસ્ટિકનો અંતિમ મુકાબલો, જમ્મુ કાશ્મીરની સ્નેહા દિવાને કાંસ્ય પદક

વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા 36મા નેશનલ ગેમ્સ અંતર્ગત ખાતે રીધમિક જીમ્નાસ્ટિક અંતિમ મુકાબલો યોજાયો હતો, વડોદરામાં રમાયેલી સ્પર્ધાઓનું સમાપન થયું હતું.

Gujarat Vadodara
રીધમિક જીમ્નાસ્ટિકનો
  • સંયુકતા કાલેને ચાર સ્પર્ધામાં સુવર્ણ પદક
  • રિચા ચોરડીયાને  રજત પદક મળ્યો
  • વડોદરામાં રમાયો હતો ફાઇનલ રાઉન્ડ

વડોદરા ખાતે ચાલી રહેલા 36મા નેશનલ ગેમ્સ અંતર્ગત રીધમિક જીમ્નાસ્ટિકનો અંતિમ તબક્કો યોજાયો હતો, અને તેની સાથે જ  વડોદરામાં રમાયેલી સ્પર્ધાઓનું સમાપન થયું હતું. આજના અંતિમ મુકબલામાં મહારાષ્ટ્રની સંયુકતા કાલેએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા હુપ,બોલ, ક્લબ અને રીબીન એમ આા ચારેય સ્પર્ધામાં ઉચ્ચ સ્કોરિંગ કરીને કુલ 101.65 પોઇન્ટ સાથે સુવર્ણ પદક મેળવ્યો હતો.જ્યારે મહારાષ્ટ્રની રિચા ચોરડીયાએ  રજત પદક અને જમ્મુ કાશ્મીરની સ્નેહા દિવાને કાંસ્ય પદક મેળવ્યો હતો.

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હાલ 36મા રાષ્ટ્રીય રામતોત્સવમાં  રીધમિક જીમ્નાસ્ટિકના  માં 8 મહિલા ખેલાડીઓ વચ્ચે  ફાઇનલ રાઉન્ડ રમાયા હતા.

ભારતમાંથી પસંદગી પામેલ 16 બેસ્ટ મહિલા જીમ્નાસ્ટિકની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ખેલાડીઓ પૈકી ઘણા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લીધેલ છે  કેટલાક રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા  ખેલાડીઓએ  પરફોર્મ કર્યું હતું. તેમનું જજિંગ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના જજ દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલા ખેલાડીઓ માટેની રીધમિક જીમ્નાસ્ટિકની સ્પર્ધામાં બોલ, હુક, રીબન અને ક્લબ જેવા સાધનો ઉપર કૌશલ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

ગઈકાલના અંતિમ મુકબલામાં મહારાષ્ટ્રની સંયુકતા કાળેએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા હુપ,બોલ, ક્લબ અને રીબીન ચારેય સ્પર્ધામાં ઉચ્ચ સ્કોરિંગ કરીને કુલ 101.65 પોઇન્ટ સાથે સુવર્ણ પદક મેળવ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રની રિચા ચોરડીયાએ ચારે સ્પર્ધામાં સારું પ્રદર્શન કરીને 99.15 પોઉન્ટ સાથે રજત પદક મેળવ્યો હતો. જ્યારે જમ્મુ કાશ્મીરની સ્નેહા દેવાન એ 74.55 પોઇન્ટ મેળવતા કાંસ્ય પદક મેળવ્યો હતો. શહેર પોલિસ કમિશનર સહિત ના મહાનુભાવો દ્વારા વિજેતા ખેલાડીઓને  પદક આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:વિજ્યાદસમી નિમિત્તે સુરતમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્રપૂજા કરી,કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

આ પણ વાંચો:સંઘના વડા મોહન ભાગવતે શસ્ત્ર પૂજા કાર્યક્રમમાં કહ્યું ‘શક્તિ એ શાંતિનો આધાર છે’

આ પણ વાંચો:વડોદરામાં જેહાદી તત્વોએ ડિવાઇડર પર પાકિસ્તાની ઝંડો લહેરાવ્યો?,બે જૂથ વચ્ચે પથ્થરમારો,જુઓ વીડિયો