વરસાદી માહોલ/ વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી સર્જાઈ પૂરની સ્થિતિ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદને કારણે તમામ નદી નાળાઓ માં  પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પણ પાણીનું લેવલ વધ્યું હતું.

Gujarat Others

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદને કારણે તમામ નદી નાળાઓ માં  પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પણ પાણીનું લેવલ વધ્યું હતું. અને નદી ભયજનક સપાટીએ વહેતા નદી કિનારે આવેલા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઔરંગા નદી કિનારે આવેલા કાશ્મીર નગર, બંદર રોડ, હનુમાન ભાગડા અને વલસાડ પારડી વિસ્તારમાં પાણી ભરાયા હતા.

રાત્રે સજાયેલી પરિસ્થિતિ બાદ તાત્કાલિક તંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી. અને લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી. ઓરંગા નદીએ ભયજનક સપાટી  વટાવતા નદી કિનારાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આથી વલસાડનું હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું થયું હતું.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બારે મેઘ ખાંગા થયા હતા. સાંબેલાધાર વરસાદને કારણે કપરાડાના નદી નાળા કિનારાના અનેક ગામોમાં જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાઈ છે. વરવટ નજીક પણ કોઝવે અને રોડ પર પાણી ભરાઈ ગયા છે. આથી અસંખ્ય ગામનો સંપર્ક કપાયો હતો. તો લવકર ગામના બરધા ફળિયામાં પણ પાણી ભરાયા.

વરસાદી અને નદી બાળાઓના પાણી લોકોના ઘર વચ્ચેથી ઘોડાપૂરની જેમ વહી રહ્યા છે. આથી કપરાડાના નદી કિનારાના અનેક ગામમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.આથી અનેક ગામનો સંપર્ક કપાયો .અનેક જગ્યાએ લોકો ના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.ત્યારે વલસાડ જિલ્લાના કપરાડાના વરવટ તેમજ લવકર ગામ માઁ પૂર જેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું.

આ પણ વાંચો:યાત્રાધામ દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને નોટિસ, ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે પાઠવી નોટિસ

આ પણ વાંચો:ગાંધીનગરમાં સેમીકોન ઈંડિયા 2023નું ઉદ્ધાટન, પીએમ મોદીએ કહી આ મોટી વાત

આ પણ વાંચો:સુરત પોલીસે વિદેશી કરન્સીનું બ્લેકમાં હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું, ત્રણે ઈસમોની 19.92 લાખની વિદેશી કરન્સી સાથે ધરપકડ

આ પણ વાંચો:PM મોદીએ વિપક્ષ પર સાંધ્યું નિશાન – ચહેરા અને પાપ જૂના છે, બસ નામ નવું