વિવાદ/ યાત્રાધામ દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને નોટિસ, ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે પાઠવી નોટિસ

દ્વારકા મંદિરમાં ધ્વજા ચઢાવવાનો હક માત્ર ત્રિવેદી અબોટી પરિવાર પાસે છે. જોકે તાજેતરમાં દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાને લઇ નિર્ણય લેવાતા હવે વિવાદ થયો છે.

Gujarat Others Trending
Untitled 62 યાત્રાધામ દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને નોટિસ, ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે પાઠવી નોટિસ

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરુ મહત્વ હોય છે. આ મંદિરમાં અબોટી બ્રાહ્મણો દ્વારા મંદિરના શિખર પર રોજ 5 ધજા ચઢતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે દ્વારકાના જગત મંદિરમાં ધજા ચડાવવાના નિયમોમાં અનેક ફેરફાર કરવામા આવ્યા હતા. દ્વારકા મંદિરમાં તાજેતરમાં ભક્તોની માંગને લઈને રોજ 6 ધ્વજા ચડાવવાના નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયને લઈને વિવાદ થયો છે. હકીકતમાં આ નિર્ણય સામે બ્રહ્મ સમાજે કલેક્ટર અને દેવસ્થાન સમિતિને નોટિસ પાટવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ, બ્રહ્મ સમાજને વિશ્વાસમાં લીધા વગર જ છઠ્ઠી ધ્વજાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દ્વારકા મંદિરમાં ધ્વજા ચઢાવવાનો હક માત્ર ત્રિવેદી અબોટી પરિવાર પાસે છે. જોકે તાજેતરમાં દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાને લઇ નિર્ણય લેવાતા હવે વિવાદ થયો છે. જેમાં ત્રિવેદી અબોટી પરિવારને વિશ્વાસમાં લીધા વગર જ છઠ્ઠી ધ્વજાનો નિર્ણય લેવાતા ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે નોટિસ પાઠવી છે.

ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજ દ્વારા દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધજાના નિર્ણયને લઈ કલેક્ટર અને દેવસ્થાન સમિતિને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં સમાજને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. જેથી ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસાઓ આપવાની તાકીદ કરી છે.

દ્વારકાધીશ મંદિર પર 151 ફૂટની ઊંચાઈ પર 25 ફૂટનો ધ્વજદંડ આવેલો છે. એના ઉપર એક ધ્વજ સ્તંભ છે, જેના પર ભગવાન દ્વારકાધીશની ધજા ફરકાવવામાં આવે છે. મંદિર પર આ ઊંચાઈએ ધ્વજા ફરકાવવા રોજ અબોટી પરિવારના સદસ્યો જાય છે અને પાંચ વખત ધજા બદલી કરે છે. જોકે બિપોરજોય વાવાઝોડું આવતા 3 દિવસ મંદિર પર નવી ધ્વજા ફરકાવાઈ નહોતી, જેથી ભક્તોની ધજા ચડાવવાની યાદી લંબાતા 15 દિવસ માટે રોજ છ ધ્વજા ચડાવવાનો નિર્ણય કરાયો હતો.

પ્રાચીન માન્યતા મુજબ શ્રીજીની ધ્વજાજીમાં બાવન પ્રકારના યાદવોની એક-એક ગજની ધ્વજા મળીને દ્વારકા પર શાસન કરનાર ચાદવોની સ્મૃતિરૂપ છે. ભોજ, વિષ્ણુ, અંધક અને આત્વત, દાશાહ કુળમાંથી તેર-તેર યાદવોને તેના કૌશલ્ય મુજબ દ્વારકાનું શાસન સુપ્રત કરાયુ અને દરેકના નિવાસ સ્થાને તેનાં કાર્યભાર મુજબની નિશાનીવાળી ધ્વજાજી ફરી રખાતી, જેનું નિરીક્ષણ સ્વયં શ્રીકૃષ્ણ કરતા રહેતા. આ શાસકોને સંરક્ષણ, શિક્ષણ, મનોરંજન, ધર્મ વિગેરે વિભાગો સોંપાયા હતા.

આ પણ વાંચો:ઝારખંડમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ બાદ કરી હત્યા, આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

આ પણ વાંચો:PM મોદીનું ગુજરાતમાં આગમન અને 70 IPS અધિકારીની બદલી

આ પણ વાંચો:PM મોદીએ વિપક્ષ પર સાંધ્યું નિશાન – ચહેરા અને પાપ જૂના છે, બસ નામ નવું

આ પણ વાંચો:અંગત અદાવતમાં પાડોશીએ જ પાડોશીના 836 કિલો લસણનો જથ્થો કર્યો ચોરી, પોલીસે બે ચોરને ઝડપી ટેમ્પો કર્યો જપ્ત