Not Set/ IIMના પાંચ વિદ્યાર્થીઓને મોદી સ્ટેડિયમાં લાગ્યો કોરોના ચેપ

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાએ પોતાનો વ્યાપ વધાર્યો છે અને સ્કૂલ, કોલેજ, સચિવાલય સુધી પહોંચી ગયો છે.

Top Stories Ahmedabad Gujarat
A 274 IIMના પાંચ વિદ્યાર્થીઓને મોદી સ્ટેડિયમાં લાગ્યો કોરોના ચેપ

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાએ પોતાનો વ્યાપ વધાર્યો છે અને સ્કૂલ, કોલેજ, સચિવાલય સુધી પહોંચી ગયો છે.અમદાવાદ ખાતે આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A) ના  વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો છે. આ વિદ્યાર્થીઓ  અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ જવાબદાર છે. 12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના આ 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના થયો હોવાની વિગતો છૂપાવી હતી.

આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસમાં કોરોનાના કેસનો આંકડો 40 પર પહોંચતાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો :અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત આ નેતાઓએ લીધી કોરોનાની રસી

આ મામલે ડો. મેહુલ આચાર્યએ માહિતી આપતાં કહ્યું કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસના વિદ્યાર્થીઓએ AMCમાં ડોમ ઉપર ચેકીંગ કરાવ્યું હતું પણ IIM કેમ્પસનું સરનામું નહોતું આપ્યું. તેના બદલે તેમણે વતનના સરનામાં આપ્યાં હતાં. દરમિયાનમાં IIM કેમ્પસમાં કેસ વધતાં તપાસ કરાતાં  વિદ્યાર્થીઓનું ગુરુવારે ચેકીંગ કરાતાં 17 વિદ્યાર્થીના કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ દરમિયાન તપાસ કરતાં આ વાત બહાર આવી હતી. બે સેમ્પલમાં ઉંમર વધુ હોવાથી IIMના પ્રોફેસર કોરોના સંક્રમિત હોવાનું AMCનું અનુમાન છે.

આ પણ વાંચો :પાકિસ્તાનની જેલમાં બંધ છે ગુજરાતના 345 માછીમારો, વિધાનસભામાં સરકારે રજૂ કર્યો જવાબ

જણાવીએ કે, રાજયમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ગઈકાલે ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આ પણ વાંચો :અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, વધુ આટલાનો થયો ઉમેરો