maldives/ માલદીવના મંત્રીઓનું ભારત વિરોધી ટિપ્પણી યથાવત, હવે તિરંગાની…

માલદીવના મંત્રીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. અગાઉ વિવાદાસ્પદ ટિપ્પણી માટે સસ્પેન્ડ કરવામાં આવેલા મરિયમ શિઉનાએ હવે ભારતીય તિરંગાની મજાક ઉડાવી છે.

Top Stories World Breaking News
YouTube Thumbnail 2024 04 08T131337.314 માલદીવના મંત્રીઓનું ભારત વિરોધી ટિપ્પણી યથાવત, હવે તિરંગાની...

India-Maldives: માલદીવના મંત્રીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. અગાઉ વિવાદાસ્પદ ટિપ્પણી માટે સસ્પેન્ડ કરવામાં આવેલા મરિયમ શિઉનાએ હવે ભારતીય તિરંગાની મજાક ઉડાવી છે. જોકે તેમણે વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને માફી પણ માગી છે. ખાસ વાત એ છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ચીનના સમર્થક માનવામાં આવે છે. તે સતત માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવાની માગ કરી રહ્યા છે.

શું છે મામલો

એવા અહેવાલો છે કે શિઉનાએ માલદીવમાં વિપક્ષી પાર્ટી એમડીપી એટલે કે માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીને નિશાન બનાવવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હવે ડીલીટ કરી નાખવામાં આવેલી પોસ્ટમાં, પાર્ટીનો લોગો ભારતીય તિરંગામાં હાજર અશોક ચક્ર સાથે બદલવામાં આવ્યો હતો.

હવે માફી માગી

શિઉના હવે માફી માંગતી પણ જોવા મળી રહી છે. તેમણે લખ્યું, ‘હું તાજેતરની એક સોશિયલ મીડિયા પોસ્ટ વિશે વાત કરવા માગુ છું, જે સમાચારમાં છે અને તેની ટીકા થઈ રહી છે. મારી તાજેતરની પોસ્ટને લીધે થતી કોઈપણ મૂંઝવણ માટે હું માફી માગુ છું.

તેમણે લખ્યું, ‘મારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે MDPના મારા જવાબમાં મેં જે તસવીરનો ઉપયોગ કર્યો છે તે ભારતીય ધ્વજને મળતો આવે છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ અજાણ્યું હતું અને કોઈપણ ગેરસમજ માટે હું દિલથી ક્ષમા ચાહું છું. માલદીવ ભારત સાથેના તેના સંબંધોનું સન્માન કરે છે.

કોણ છે મરિયમ શિઉના?

શિઉના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની સરકારમાં જુનિયર મંત્રી હતા. તે મેલ સિટી કાઉન્સિલની પ્રવક્તા પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત અંગે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. માલદીવ સરકારે વધુ બે મંત્રીઓ અબ્દુલ્લા મહજૂમ મજીદ અને માલશા શરીફ સામે પણ કાર્યવાહી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શા માટે ઇઝરાયલે અચાનક ગાઝા પટ્ટીમાંથી તેની સેના પાછી ખેંચવાનું શરૂ કર્યું? IDF કમાન્ડરે જણાવ્યું હુમલાની નવી યોજના, ઈરાન સાથે યુદ્ધ અંગે પણ

આ પણ વાંચો:યુક્રેનના ઝાપોરોઝયે ન્યુક્લિયર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, IAEAએ કહ્યું- મોટી પરમાણુ દુર્ઘટનાનું જોખમ વધી ગયું

આ પણ વાંચો:વધુ એક આતંકી હુમલાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, 6 સુરક્ષા જવાન અને 12 આતંકીના મોત

આ પણ વાંચો:પહેલા મૃતદેહના 200 ટુકડા કર્યા… પછી પતિએ ગૂગલ પર સર્ચ કર્યું – પત્નીના મૃત્યુના “લાભ”