કૃષિ આંદોલન/ પીઝા-બર્ગર ખાતા આ ખેડુતો નકલી છે, પારકા પૈસાથી આંદોલન કરે છે: ભાજપના સાંસદ

પીઝા-બર્ગર ખાતા આ ખેડુતો નકલી છે, પારકા પૈસાથી આંદોલન કરે છે: ભાજપના સાંસદ

Top Stories India
dabeli 8 પીઝા-બર્ગર ખાતા આ ખેડુતો નકલી છે, પારકા પૈસાથી આંદોલન કરે છે: ભાજપના સાંસદ

એક તરફ સુપ્રીમ કોર્ટ ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા અંગે સુનાવણી કરી રહી છે, તો બીજી તરફ રાજકારણીઓ પણ આ આંદોલન અંગે વિવાદિત નિવેદનો આપતા આચાકતા નથી. હવે ભાજપના સાંસદ એસ મુનિસ્વામીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોને વિરોધ માટે પૈસા આપવામાં આવી રહ્યા છે.

covid19 / બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ કોરોના પાઝિટિવ, થાઇલેન્ડમાં રમી …

Vaccine / અમદાવાદ એરપોર્ટ પર કોરોના રસીનું આગમન, Dy.Cm  નીતિન પટેલ રહ્…

Alert! / બર્ડ ફ્લુના કહેર વચ્ચે ડોક્ટરની સલાહ – પક્ષીઓનો સીધો સ…

કર્ણાટકના કોલારના ભાજપના સાંસદ મુનીસ્વામીએ વધુમાં ખેડૂત પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેઓ મધ્યસ્થી અને નકલી ખેડૂત છે. તેઓ પીઝા, બર્ગર અને કેએફસી ખાઈ રહ્યા છે. તેમણે ત્યાં જિમ બનાવ્યો છે. આ નાટક બંધ થવું જોઈએ. ‘

ઉલ્લેખનીય છે કે,  હજારો લોકો દિલ્હીની જુદી જુદી સીમાઓ પર કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. મુનિસ્વામી એવા પહેલા નેતા નથી કે જેમણે ખેડૂતો વિશે વિવાદિત નિવેદન આપ્યું હોય. આ અગાઉ રાજસ્થાનના કોટાના ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે કહ્યું હતું કે દેશમાં બર્ડ ફ્લૂ ફેલાવવા માટે ખેડૂતો વિરોધ પ્રદર્શન સ્થળ પર જાણી જોઈને ચિકન બિરયાની ખાઈ રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…