Not Set/ Video : એનઆરસીનો વિરોધ : છ તૃણમૂલ સાંસદની એરપોર્ટ પર ધરપકડ

આસામમાં જાહેર થયેલા એનઆરસી પર સંસદથી સડક પર ચાલી રહેલો સંગ્રામ ગુરુવારે આસામ પણ પહોંચી ગયો હતો. એનઆરસીનો વિરોધ કરી રહેલી ટીએમસીના 6 સાંસદ અને બે ધારાસભ્યોની આસામના સિલચર એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયા બાદ તૃણમૂલ નેતાઓનું  કહેવાનું છે કે તેઓ એરપોર્ટ છોડીને નહિ જાય. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે […]

Top Stories India
derek o brien ani Video : એનઆરસીનો વિરોધ : છ તૃણમૂલ સાંસદની એરપોર્ટ પર ધરપકડ

આસામમાં જાહેર થયેલા એનઆરસી પર સંસદથી સડક પર ચાલી રહેલો સંગ્રામ ગુરુવારે આસામ પણ પહોંચી ગયો હતો. એનઆરસીનો વિરોધ કરી રહેલી ટીએમસીના 6 સાંસદ અને બે ધારાસભ્યોની આસામના સિલચર એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયા બાદ તૃણમૂલ નેતાઓનું  કહેવાનું છે કે તેઓ એરપોર્ટ છોડીને નહિ જાય. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ નેતાઓને આગલી ફ્લાઈટથી પાછા મોકલવામાં આવી શકે છે. ટીએમસી નેતાઓનું કહેવાનું છે કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માંગતા હતા પરંતુ એમની જબરદસ્તી ધરપકડ કરવામાં આવી છે.

ટીએમસીના વરિષ્ઠ નેતાઓએ આસામ સરકારના આ પગલાંની આલોચના કરી છે. તૃણમૂલ નેતા ડેરેક ઓ બ્રાયને આરોપ લગાવ્યો કે સિલચર એરપોર્ટ પર એમના નેતાઓ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. એમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો જન પ્રતિનિધિ છે. તૃણમૂલ નેતાઓએ કાનૂનનું ઉલ્લંઘન નથી કર્યું. લોકોને મળવું એ એમનો લોકતાંત્રિક અધિકાર છે.

એમણે કહ્યું કે સિલચર માં આ સમયે સુપર ઇમર્જન્સી લાગેલી છે. બીજી તરફ સરકારનું કહેવાનું છે કે વિસ્તારમાં કલમ 144 લાગેલી છે. અને આ કારણે એમની ધરપકડ કરવામાં આવી છે. જે નેતાઓની ધરપકડ કરવામાં આવી છે એમાં પશ્ચિમ બંગાળના મંત્રી સિરાઝ હકીમ, રાજ્યસભાના બે અને લોકસભાના ચાર સાંસદો સામેલ છે.

બ્રાયને જણાવ્યું કે આ આઠ નેતાઓનું પ્રતિનિધિ મંડળ એનઆરસી ડ્રાફ્ટમાંથી બહાર કરવામાં આવેલા લોકોને મળવા ગયા હતા. તૃણમૂલે આ મામલાને સંસદમાં પણ ઉઠાવ્યો છે. અને સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. બ્રાયને કહ્યું કે ટીએમસીએ નોટિસ આપીને ગૃહમંત્રી રાજનાથ સિંહ પાસે આ મુદ્દે જવાબ માંગ્યો છે. પરંતુ તેઓ આવ્યા નથી. જણાવી દઈએ કે આ ધરપકડ એવા સમયે થઇ જયારે એનઆરસી મુદ્દે ટીએમસી અને ભાજપ વચ્ચે નિવેદનબાજી તેજ થઇ ગઈ છે.