IPS Transfer/ દિવાળીના દિવસે ગુજરાતમાં 17 આઇપીએસની તાત્કાલિક અસરથી બદલી કરાઈ

સુરત, જૂનાગઢ, રાજકોટ, વડોદરાના રેન્જ આઇજી બદલા છે. જ્યારે સુરત શહેર ટ્રાફિકના જેસીપી અને અમદાવાદ સેક્ટર-2ના એસીપીની બદલી કરવામાં આવી છે.

Top Stories Gujarat
Transfer દિવાળીના દિવસે ગુજરાતમાં 17 આઇપીએસની તાત્કાલિક અસરથી બદલી કરાઈ

ગુજરાતમાં 17 આઇપીએસ ઓફિસરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. દિવાળીના દિવસે જ આ બદલી કરવામાં આવી છે. ચૂંટણીપંચે તાજેતરમાં રાજ્ય સરકારની ઝાટકણી કાઢયા પછી સરકાર સફાળી જાગી છે અને તેણે બદલીની પ્રક્રિયા શરૂ કરી છે. સુરત, જૂનાગઢ, રાજકોટ, વડોદરાના રેન્જ આઇજી બદલાયા છે. જ્યારે સુરત શહેર ટ્રાફિકના જેસીપી અને અમદાવાદ સેક્ટર-2ના એસીપીની બદલી કરવામાં આવી છે.

સુરતની રેન્જના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડો. એસ. પાંડિયા રાજકુમારની ટ્રાન્સફર કરવામાં આવી છે અને રેલવેના એક્સ કેડર એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ બનાવાયા છે. અમદાવાદ કેડરના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ આઇપીએસ એ.જી ચૌહાણની એક્સ કેડર પોસ્ટ ઓફ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (રેલવેઝ)માં ટ્રાન્સફર કરવામાં આવી છે. આઇપીએસ પાંડિયા રાજકુમાર  જીયુવીએનએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ પણ સંભાળશે. તેઓ એડિશનલ ચાર્જના આઇપીએસ અનુપમસિંહ ગેહલોતનું સ્થાન લેશે.

રાજકોટ શહેરના વહીવટીતંત્ર, ટ્રાફિક અને ક્રાઇમના સ્પેશ્યલ કમિશ્નર ઓફ પોલીસ ખુરશીદ એહમદની ટ્રાન્સફર કરવામાં આવી છે અને ગાંધીનગમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (પ્લાનિગ એન્ડ મોડર્નાઇઝેશન)ની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરીની ટ્રાન્સફર કરવામાં આવી છે અને અમદાવાદ શહેરની ખાલી પડેલી જગ્યા જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ (સ્પેશ્યયલ બ્રાન્ચ)માં નિમણૂક કરવામાં આવી છે. તેમા સ્પેશ્યલ બ્રાન્ચની કેડરની પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશ્નર એમ એ ચાવડાની ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમને જૂનાગઢના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે મૂકવામાં આવ્યા છે.

ભાવનગર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અશોક યાદવને પ્રમોશન આપી રાજકોટ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ બનાવાયા છે. રાજકોટના આઇપીએસ સંદીપસિંહની ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમને વડોદરા રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ બનાવાયા છે. અમદાવાદ સેક્ટર-ટુના જોઇન્ટ પોલીસ કમિશ્નર ગૌતમ પરમારની ટ્રાન્સફર કરીને તેમને ભાવનગર રેન્જના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ બનાવાયા છે.

ગાંધીનગરના આઇજીપી ડી.એચ. પરમારની ટ્રાન્સફર કરીને સુરતના (ટ્રાફિક) જોઇન્ટ કમિશ્નર બનાવાયા છે. પંચમહાલ ગોધરા રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની ટ્રાન્સફર કરવામાં આવી છે. પંચમહાલ ગોધરા રેન્જના આઇજીપી એમ એસ ભરાડાની અમદાવાદ શહેર પોલીસના સેકટર-ટુના એડિશનલ પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ચિરાગ કોરડિયાને પંચમહાલના ડીઆઇજીપી બનાવાયા છે. એ.જી. ચૌહાણની અમદાવાદ ટ્રાફિક જેસીપી તરીકે બદલી થઈ છે.

આ ઉપરાંત આરવી અસારી ડીઆઇજીપી ઇન્ટેલિજન્સ-ટુ બન્યા છે. નીરજ બડગુજરને બઢતી સાથે બદલી આપવામાં આવી છે. અજય ચૌધરી અમદાવાદ સ્પેશ્યલ બ્રાન્ચના જેસીપી બન્યા છે.