FASTags/ રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરુડી ટોલ પ્લાઝા પર વાહનોની લાગી લાંબી કતારો

15 ફેબ્રુઆરી મધરાતથી દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ ફરજિયાત કરી દેવાની અમલવારી ને લઈને ગોંડલ – રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ ભરૂડી ટોલ પ્લાઝા પર 4 થી 5 કિલોમીટર સુધી ની લાંબી કતારો જોવા મળી હતી

Gujarat
bharudi tol 1 રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરુડી ટોલ પ્લાઝા પર વાહનોની લાગી લાંબી કતારો

વિશ્વાસ ભોજાણી, ગોંડલ @ મંતવ્ય ન્યૂઝ

15 ફેબ્રુઆરી મધરાતથી દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ ફરજિયાત કરી દેવાની અમલવારીને લઈને ગોંડલ – રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ ભરૂડી ટોલ પ્લાઝા પર 4 થી 5 કિલોમીટર સુધી ની લાંબી કતારો જોવા મળી હતી ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને વરરાજાઓની ગાડીઓ પણ ફસાઈ હતી. રાજકોટ – ગોંડલ નેશનલ હાઈવેના ભરૂડી ટોલ પ્લાઝા પર આજથી ફસ્ટેગથી ફરજિયાત ટોલ ચુકવણું શરૂ કરવામાં આવ્યું છે ફાસ્ટેગની ફરજીયાત અમલવારીમાં વાહનચાલકોને ફાસ્ટેગ કઢાવવામાં મુશ્કેલી ન પડે તે માટે ટોલપ્લાઝા ખાતે જ પીઓએસ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે અને ત્યાંથી જ ફાસ્ટેગ સ્ટીકર મળી રહે તેવી સુવિધાઓ કરવામાં આવી છે.ફાસ્ટટેગ ને લઈને ભરૂડી ટોલ પ્લાઝા ની બંને તરફ 4 થી 5 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી લાંબી કતારોમાં એમ્બ્યુલન્સ, વરરાજાઓની ગાડી સહિત ના અનેક વાહનો ટ્રાફિક માં ફસાયા હતા વસંત પાંચમીને લઈને શુભ પ્રસંગો માં વરરાજા સહિત ના જાનૈયાઓ પણ ટ્રાફિક માં ફસાયા હતા આજ વહેલી સવાર થી જ વાહનો ની લાંબી કતારો જોવા મળી હતી.

bharudi tol2 રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરુડી ટોલ પ્લાઝા પર વાહનોની લાગી લાંબી કતારો

વ સમગ્ર ભારત ડિજીટલાઈઝેશન તરફ આગેકૂચ કરી રહ્યું છે ત્યારે હાઇવે પરના ટોલનાકાઓ પણ ડિજિટલ થઈ રહ્યા છે જેમાં સરકાર દ્વારા અગાઉ ૧ જાન્યુઆરીથી અમલવારી કરવાની હતી જેના બદલે ૧૬ ફેબ્રુઆરીથી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર  “ફાસ્ટેગ” દ્વારા ફરજીયાત ડીજીટલ પેમેન્ટ સ્વીકારવાનો આદેશ કરવામાં આવ્યો હતો. એટલે કે, ડીજીટલ પેમેન્ટ માટે દોઢ મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો જેમાં ગ્રાહકોએ પોતાના વાહનના ડોક્યુમેન્ટ્સ તેમજ અધારકાર્ડ, પાન કાર્ડ જેવા આધાર પુરાવાઓ આપીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અધિકૃત બેન્ક, તેમજ ટોલનાકાઓ પર પીઓએસ સેન્ટર ઉપરથી ફાસ્ટેગ મેળવી લેવાનું તેવી સૂચન હતી. અને તેને વાહનના આગળના કાચ પર ચીપકવી દેવાનું જેના કારણે ટોલનાકાઓ પર લગાવેલા અદ્યતન ટેક્નોલીજીવાળા રીડર મશીનોથી ઓટોમેટિક ફાસ્ટેગને વાંચી અગાઉ રિચાર્જ કરાયેલી રકમમાંથી અથવા બેન્કના એકાઉન્ટમાંથી આપોઆપ ટોલ ચાર્જ કપાઈ જશે અને ટોલ લાઈનમાં લાગેલ બુમ ઓટોમેટિક ખુલી જશે.

bharudi tol 3 રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરુડી ટોલ પ્લાઝા પર વાહનોની લાગી લાંબી કતારો

સરકાર દ્વારા ટોલપ્લાઝા ખાતે લાગતી લાંબી લાઈનોમાં ઘટાડો થશે, ઈંધણ બચશે, ગુન્હાખોરી રોકવા અને તપાસમાં મદદ મળશે તેમજ સમગ્ર સિસ્ટમ પારદર્શક થઈ જવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વાહન ચાલકોને ટોલપ્લાઝા પર આવેલ પીઓએસ સેન્ટરો પર ફાસ્ટેગ કઢાવવા માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, કેશ કાર્ડ, પેટીમ, વોલેટ અને યુપીઆઈ વગેરે જેવા ઓનલાઈનથી જ વ્યવહારથી જ ફાસ્ટેગ કાઢી આપવામાં આવે છે. રોકડ વ્યવહાર માટે વાહન ચાલકોએ ડબલ ચાર્જ ચૂકવવો પડશે. ફાસ્ટેગમાં પણ મોબાઈલમાં પ્રિ-પેઈડ સીમ કાર્ડમાં જેમ રોકડ રકમથી જરૂરી રકમનું રિચાર્જ કરાવી શકાય છે, તેવી રિચાર્જની સુવિધા ઉભી કરવી જોઈએ તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.અને આવી પ્રી-પેઈડ રિચાર્જની સુવિધાઓ ઉભી કરવાથી ડિઝિટલ વ્યવહાર ન કરતા વાહન ચાલકોને ઘણી રાહત મળી શકે અને જો વાહન પર ફાસ્ટેગ નહિ હોય તો પેન્ટલ્ટી રૂપે ડબલ ટોલ ચાર્જ ચૂકવવો પડશે, તેમજ વાહનનો વીમો કરાવવો હશે તો પણ ફાસ્ટેગ જોશે જ અને જો ફાસ્ટેગ નહિ હોય તો વાહનનો વીમો પણ થશે નહીં. જેથી ફાસ્ટેગ કઢાવવું વાહન ચાલકો માટે ફરજીયાત અને ફાયદાકારક પણ છે.જ્યારે કોઈ પણ ટોલ પ્લાઝાની નજીક જ આવેલ શહેરો કે જેને લોકલ ટોલ ચાર્જની સુવિધા આપવામાં આવી છે. તેવા વાહન ચાલકોએ પોતાનું ફાસ્ટેગ સાથે આધાર કાર્ડ તેમજ વાહનની આરસી બુક જે તે ટોલ પ્લાઝાની ઓફિસમાં જમા કરાવવાનું જેથી તેના ફાસ્ટેગમાંથી લોકલ વાહન માટે નિર્ધારિત કરેલ ટોલ ચાર્જ જ કપાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…