ISKCON Bridge Accident/ અમદાવાદનો ઇસ્કોન બ્રિજ બન્યો વધુ એક વાર લોહિયાળ,એક ભિક્ષુકનું મોત

ભિક્ષુકના પગના ભાગે ઈજાના નિશાન મળ્યા છે. ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. ભિક્ષુકનું અકસ્માતમાં મોત કે પટકાઈ જવાથી મોત થયું છે?

Gujarat Others
Untitled 17 અમદાવાદનો ઇસ્કોન બ્રિજ બન્યો વધુ એક વાર લોહિયાળ,એક ભિક્ષુકનું મોત

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ભિક્ષુકનું મોત નીપજ્યું છે. ભિક્ષુકના પગના ભાગે ઈજાના નિશાન મળ્યા છે. ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. ભિક્ષુકનું અકસ્માતમાં મોત કે પટકાઈ જવાથી મોત થયું છે? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં જ ઇસ્કોન બ્રિજ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો તેને લોકો હજી સુધી ભૂલી શક્યા નથી ત્યાં જ ઇસ્કોન બ્રિજ પર વધુ એક અક્સમાત સર્જાયો છે. સવારના સમયે સર્જાયેલા અકસ્માતના કારણે બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઓફીસ કલાકોમાં આ બ્રિજ પર વાહનોનો વધારે ઘસારો રહેતો હોય છે. આવા સમયે અકસ્માતના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે ટ્રાફિકજામ થતો અટકાવવા પ્રયાસ હાથ ધર્યા છે.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતા ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘુસી જતા અકસ્માત થયો હતો. જેને જોવા માટે લોકોનું ટોળું ભેગું થયું હતું.  ત્યારે પાછળથી પુરઝડપે આવતી કાર લોકોના ટોળામાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 9 લોકો મોત નીપજ્યા હતા અને જયારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં એક પોલીસ કોસ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનું મોત થયું હતું. રાજપથ ક્લબ તરફ જતી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો 25થી 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો