સખત કાર્યવાહી/ સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

સુરત RTO દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરનારા સામે હવે લાલ આંખ કરવામાં આવી છે. સુરત RTO પાસે જે ઇન્ટરસેપ્ટર વાહનો છે, તેની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.

Top Stories Gujarat Surat
Untitled 78 1 સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

@અમિત રૂપાપરા 

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનાના પડઘા સુરત શહેરમાં પડ્યા છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 31 સ્પીડગન તેમજ 4 ઇન્ટરસેપટર વાહનો દ્વારા ઓવરસ્પીડિંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ બાદ RTO દ્વારા પણ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે.

સુરત RTO દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરનારા સામે હવે લાલ આંખ કરવામાં આવી છે. સુરત RTO પાસે જે ઇન્ટરસેપ્ટર વાહનો છે, તેની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. બેફામ ડ્રાઇવિંગ કરનારા 221 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસેથી 4,60,000ના દંડની પણ વસૂલાત કરવામાં આવી છે.

Untitled 78 2 સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

મહત્વની વાત છે કે, ઘણા નબીરાઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પોતાના વાહનને ઓવર સ્પીડમાં હંકારીને અલગ અલગ પ્રકારની રિલ્સ પણ બનાવતા હોય છે. ઘણી વખત આ પ્રકારના વિડીયો બનાવતા સમયે યુવકો વાહનો પર અલગ અલગ સ્ટંટ પણ કરતા હોય છે. ત્યારે આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે પોલીસ દ્વારા વિડીયો બનાવનારને પકડવામાં પણ આવી રહ્યા છે. વર્તમાન સમય સોશિયલ મીડિયાનો યુગ કહેવાય છે.

સોશિયલ મીડિયાના સમયમાં પોતાના ફોલોઅર્સ વધારવા યુવાનો અલગ અલગ સ્ટંટ કરતી રિલ્સ બનાવતા હોય છે. ઘણી વખત રીલ્સ બનાવવા માટે કેટલાક યુવાનો વાહનોને ઓવર સ્પીડમાં ચલાવતા હોય છે  ત્યારે હવે સુરત શહેર પોલીસ અને RTO દ્વારા પણ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવતા એક લાખ કરતા વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી પાછળનો સુરત પોલીસ અને RTO એક જ હેતુ છે કે, ઓવર સ્પીડના કારણે બનતી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય.

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો

આ પણ વાંચો:લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, જુઓ વીડિયો

આ પણ વાંચો:નવસારીમાં મેઘો કોપાયમાન,ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી: નદીઓ બની ગાંડીતુર