રાહત/ કોરોના સંકટમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અપાશે વેક્સિન, ફાઇઝરે શરૂ કર્યું ટ્રાયલ

કોરોના વાયરસ સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે અને અત્યારસુધીમાં લાખો લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે, ત્યારે આ ઘાતક વાયરસને નાથવા માટે દુનિયામાં લોકોને વેકસીન આપવામાં આવી રહી છે.

Top Stories World
A 129 કોરોના સંકટમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અપાશે વેક્સિન, ફાઇઝરે શરૂ કર્યું ટ્રાયલ

કોરોના વાયરસ સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે અને અત્યારસુધીમાં લાખો લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે, ત્યારે આ ઘાતક વાયરસને નાથવા માટે દુનિયામાં લોકોને વેકસીન આપવામાં આવી રહી છે.

આજ અરસામાં જ્યાં 18 વર્ષથી ઉપરના લોકોને   વેક્સિન અપાઈ રહી છે, ત્યારે હવે અમેરિકાની વેકસીન બનાવતી કંપની ફાઇઝરે હવે 12 વર્ષથી નીચેના બાળકોને પણ રસી આપવા માટે ટ્રાયલ શરૂ કરી દીધા છે.

આ પણ વાંચો : કોંગ્રેસના કાર્યકર્તા અધ્યક્ષ હાર્દિક પટેલને હાઇકમાન્ડનું તેંડુ, રાજ્યના સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર

ફાઇઝર દ્વારા પહેલા તબક્કામાં ગણતરીના બાળકોને જ  વેક્સિનના અલગ-અલગ ડોઝ આપવામાં આવશે. આ માટે ફાઝરે વિશ્વના 4 દેશોના 4,500 કરતા વધારે બાળકોની પસંદગી કરી છે. બીજી તરફ અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેન એમ 4 દેશોમાં વેકસીનનું ટ્રાયલ કરવામાં આવશે.

આ પણ વાંચો : FATF થી ક્યાં સુધી બચશે પાકિસ્તાન, શું આવશે બ્લેક લિસ્ટમાં ?

આપને જણાવી દઈએ કે, ફાઈઝરની કોવિડ વેક્સિનને પહેલેથી જ અમેરિકા અને યુરોપિય સંઘમાં 12 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકોને આપવા મંજૂરી અપાઈ ચુકી છે. જોકે આ મંજૂરી ઈમરજન્સી ઉપયોગ માટે જ આપવામાં આવી છે. ફાઈઝરે કોરોનાની આ વેક્સિન પોતાના જર્મન પાર્ટનર બાયોએનટેક સાથે મળીને બનાવી હતી.

ફાઈઝરના પ્રવક્તાએ કહ્યું કે કંપની સપ્ટેમ્બરમાં 5થી 11 વર્ષના બાળકોના ડેટા મળે તેવી આશા સેવે છે અને કદાચ તે મહિનાના અંતમાં સંબંધિત દેશોના ડ્રગ રેગ્યુલેટર્સ પાસે રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવશે. તેમણે કહ્યું કે 2થી 5 વર્ષના બાળકો માટેનો ડેટા પણ જલદી આવી શકે છે.

આ પણ વાંચો : લંડનમાં મુસ્લિમ પરિવારના પાંચ સભ્યોને ટ્રકે હડફેટમાં લીધા,કેનેડા પ્રધાનનો નિવેદન આંતકી હુમલો

ફાઈઝરના એક્સપર્ટ્સનું માનવું છે કે 5થી 11 વર્ષના બાળકો પર થયેલી ટ્રાયલનો ડેટા સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. જ્યારે 6 મહિનાથી લઈને 2 વર્ષની ઉંમરના બાળકોનો ડેટા આ વર્ષે ઓક્ટોબર કે નવેમ્બરમાં ગમે ત્યારે મળી શકે છે. ત્યારબાદ આ એજ ગ્રુપ માટે પણ ઈમરજન્સી યૂઝની મંજૂરી માટે અરજી કરવામાં આવશે.

આ પણ વાંચો : ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને એક વ્યક્તિએ માર્યો થપ્પડ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ