Kaprada Postoffice/ કપરાડા પોસ્ટ ઓફિસમાં છત પર ટપકતા પાણીના પ્રશ્ને બૂમબરાડા

કપરાડા તાલુકાના નાનાપોન્ડા મુખ્ય મથક ઉપર આવેલી પોસ્ટ ઓફિસ અનેક ખાતાધારકો ધરાવે છે સમગ્ર દિવસ દરમિયાન અનેક લોકો અહીં પૈસા જમા કરાવવા કે ઉપાડવા માટે આવતા હોય છે પરંતુ અહીં આવનારા લોકો માટે ચોમાસા દરમિયાન ખૂબ મુશ્કેલી ભર્યું વાતાવરણ રહે છે કારણ કે પોસ્ટ ઓફિસનું મકાનમા છત ટપકતી થઈ જતા વરસાદી પાણી છતમાંથી સીધું નીચે ટપકે છે, જેના લીધે પ્લાસ્ટિક બાંધીને બેસવાની ફરજ પડી રહી છે.

Top Stories Gujarat
Kaparad post office કપરાડા પોસ્ટ ઓફિસમાં છત પર ટપકતા પાણીના પ્રશ્ને બૂમબરાડા

@Mayur Joshi

કપરાડા તાલુકાના નાનાપોન્ડા મુખ્ય મથક Kaprada Post office ઉપર આવેલી પોસ્ટ ઓફિસ અનેક ખાતાધારકો ધરાવે છે સમગ્ર દિવસ દરમિયાન અનેક લોકો અહીં પૈસા જમા કરાવવા કે ઉપાડવા માટે આવતા હોય છે પરંતુ અહીં આવનારા લોકો માટે ચોમાસા દરમિયાન ખૂબ મુશ્કેલી ભર્યું વાતાવરણ રહે છે કારણ કે પોસ્ટ ઓફિસનું મકાનમા છત ટપકતી થઈ જતા વરસાદી પાણી છતમાંથી સીધું નીચે ટપકે છે, જેના લીધે પ્લાસ્ટિક બાંધીને બેસવાની ફરજ પડી રહી છે.

નાનાપોન્ડા નજીક આવેલા જ આસપાસના 14 જેટલા Kaprada Post office ગામોના લોકો નાનાપોન્ડા પોલીસ મથકની સામે આવેલી પોસ્ટ ઓફિસના મકાનમાં પોતાના બચત ખાતા ધરાવે છે અહીં આગળ અઢી હજારથી ત્રણ હજાર જેટલા લોકો પોતાના બચત ખાતામાં પૈસા જમા કરાવવા વારે તહેવારે આવતા હોય છે અને રોજિંદા 100 થી વધુ લોકો આ પોસ્ટ ઓફિસની મુલાકાત લેતા હોય છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી મકાન જૂનું બનતા તેની છતમાં વરસાદી પાણી ટપકતું થઈ ગયું છે જેના કારણે ચોમાસા દરમિયાન સમગ્ર ચાર માસ સુધી વરસાદનું Kaprada Post office પાણી છતમાંથી ટપકી સીધું પોસ્ટ ઓફિસની કચેરીમાં સરકારી બાબુઓના ટેબલ ઉપર પાણી પડે છે. તેથી તેઓને બચવા માટે પ્લાસ્ટિકની બાંધવાની ફરજ પડે છે અને દર ચોમાસે જો પ્લાસ્ટિક ન બાંધવામાં આવે તો વરસાદનું સમગ્ર પાણી તેમના જરૂરી દસ્તાવેજો ઉપર પડે છે અને તે ભીંજાઈ જવાની દહેશત રહે છે.

 જોકે દર ચોમાસા દરમિયાન કેટલાક દસ્તાવેજો પાણીમાં Kaprada Post office ભીંજાઈ જતા પણ જોવા મળે છે આ સમગ્ર સમસ્યા બાબતે છેલ્લા પાંચ વર્ષથી સતત વલસાડની હેડ પોસ્ટ ઓફિસ અને છેક વડોદરા સુધી લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવતા દર ચોમાસે આ પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ પોતાના માથા ઉપર પ્લાસ્ટિક બાંધીને તેની નીચે ટપકતી છત વચ્ચે કામગીરી કરવાની ફરજ પડે છે અહીં આવનારા ગ્રાહકો પણ વરસતા વરસાદમાં ટપકતા પાણી વચ્ચે લાઇનમાં ઊભા રહી પૈસા જમા કરાવવા કે ઉપાડવા માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળે છે

નાનાપોન્ડા જેવા ગ્રામીણ વિસ્તારમાં જ્યાં પોસ્ટ ઓફિસનું Kaprada Post office પોતાનું મકાન છે એવા આ મકાનમાં સમારકામ કરવા માટે ઉચ્ચ અધિકારીઓને જાણે રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ સમસ્યાનો ભોગ અહીં આવનારા લોકો અને કર્મચારીઓ બની રહ્યા છે લોકોની માંગ છે કે મકાનમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી નું ગળતર થઈ રહ્યું છે તે બંધ કરાવવામાં આવે જેથી કર્મચારીઓને કામ કરવાની સુજબુજ કેળવાય બાકી વરસતા વરસાદમાં કર્મચારીઓ માટે પણ કામ કરવું ખૂબ મુશ્કેલી ભર્યું બની જતું હોય છે.

 

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast/બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સર્જાતા અંબાલાલની ઓગસ્ટમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ Accident/અમેરિકામાં ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના યુવકનું મોત

આ પણ વાંચોઃ ષડ્યંત્ર પર્દાફાશ/પિક્ચરની સ્ટોરીને ટક્કર માટે તેવી સ્ટોરી, પોલીસને આ રીતે કરી ગુમરાહ

આ પણ વાંચોઃ ORGAN DONATION/સુરતમાં 39મુ અંગદાન થયું, નવસારીના વ્યક્તિએ 2 કિડની અને લિવરનું કર્યું દાન, 3 વ્યક્તિઓને મળશે જીવન દાન

આ પણ વાંચોઃ Training For FPO/ સાબરકાંઠા-પ્રાંતિજ ખાતેના સેન્ટર ફોર એક્સેલેન્સ ફોર વેજીટેબલ-વદરાડ ખાતે FPO માટે એક દિવસિય તાલીમ યોજાઈ