Not Set/ PM મોદીએ ઝારખંડમાં યોગ કાર્યક્રમનું કર્યું સંચાલન, જાણો શું કહ્યું PMએ..

વિશ્વભરમાં આજે 5મો “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” યોગનાં સહારે સ્વાસ્થય માટે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વર્ષની  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019 માટેની થીમ “ક્લાઇમેટ એક્શન” છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં આજનાં દિવસે PM મોદી ઝારખંડની રાજધાની રાંચીથી વિશ્વ સાથે યોગમાં જોડાયા હતા. અમતો આ યોગ કાર્યક્રમનું હોસ્ટ તરીકે સંચાલન જ PM મોદી દ્રારા કરવામાં આવ્યું છે.  […]

Top Stories Health & Fitness India Lifestyle
pm1 PM મોદીએ ઝારખંડમાં યોગ કાર્યક્રમનું કર્યું સંચાલન, જાણો શું કહ્યું PMએ..

વિશ્વભરમાં આજે 5મો “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” યોગનાં સહારે સ્વાસ્થય માટે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વર્ષની  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019 માટેની થીમ “ક્લાઇમેટ એક્શન” છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં આજનાં દિવસે PM મોદી ઝારખંડની રાજધાની રાંચીથી વિશ્વ સાથે યોગમાં જોડાયા હતા. અમતો આ યોગ કાર્યક્રમનું હોસ્ટ તરીકે સંચાલન જ PM મોદી દ્રારા કરવામાં આવ્યું છે.  PM મોદીએ રાંચીના પ્રભાત તારા મેદાન પર 40 હજાર કરતા પણ વધુ લોકો સાથે યોગાસનો કર્યા હતા. તો દેશભરમાંથી લગભગ 13 કરોડ લોકો અલગ અલગ સ્થાનો પર આયોજિત યોગ કાર્યક્રમોમાં સામેલ થયા હતા.

રાંચીમાં યોગ દિવસના કાર્યક્રમમાં PM મોદીએ લોકોને સંબોધિત કર્યા હતા. PMએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે દેશ-દુનિયાના અનેક ભાગોમાં લાખો લોકો યોગ દિવસ મનાવી રહ્યા છે. દુનિયાભરમાં યોગના પ્રસાર માટે મીડિયાના સાથી, સોશિયલ મીડિયાના લોકો પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.

PMએ કહ્યું કે ઝારખંડમાં યોગ દિવસ માટે આવવું તેમને સુખદ અનુભવ છે.  આજે સમગ્ર દુનિયા યોગ કરી રહી છે અને તે ભારત માટે આ ગર્વની વાત છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો પણ એક હિસ્સો બનાવવો છે. કારણકે બીમારી ગરીબોને વધારે ગરીબ બનાવે છે. જ્યારે યોગ દરેક પ્રકારની બીમારીને દૂર કરવાનું માધ્યમ છે.

પીએમ મોદીના સંબોધનના અંશો

વડાપ્રધાને કહ્યું કે, લોકો યોગને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે.

પોતાના યોગના જ્ઞાનને ફોનના સોફ્ટવેયરની જેમ અપડેટ કરો.

વડાપ્રધાને આખા દેશ અને દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ આપી.

યોગ દિવસે રાંચીમાં આવવું સુખદ અનુભવ

યોગથી ગરીબી દૂર કરી શકાય છે

તમામ લોકોને વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ

રાંચીથી જ આયુષ્માન ભારત યોજનાની શરૂઆત થઈ

યોગ અનુશાસન અને સમર્પણ છે

આજે દેશ-દુનિયામાં લાખો લોકો યોગ કરી રહ્યાં છે

યોગ આપણી સંસ્કૃતિનો અભિન્ન અંગ છે

ગરીબી, અમીરી અને સરહદથી યોગ ઉપર છે

હું યોગ અભિયાનને અલગ સ્તર પર લઈ જઈ રહ્યો છે

આપને જણાવી દઇએ કે વિશ્વમાં યોગનાં પ્રચારમાં PM મોદીનો સિંહફાળો રહ્યો છે. 21 જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે વિશ્વભરમાં ઉજવયા તે માટે PM મોદી દ્વારા UNમાં યોગને સુવ્યવસ્તિત રીતે પ્રોજેક્ટ કરવામાં પણ PM અગ્રેસર રહ્યા છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.