Not Set/ કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિત/  યુપી પોલીસ પર પ્રહાર કરતા કહ્યું – અમારી અડધાથી વધુ પોલીસ ભ્રષ્ટ છે

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં, સ્થાનિક લોકો દ્વારા પોલીસ ઉપર આક્ષેપો કર્યા બાદ રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિતે હવે યુપી પોલીસ અને સરકાર પર મોટો હુમલો કર્યો છે. સંદીપ દિક્ષિત કહે છે કે અમારી અડધાથી વધુ પોલીસ ભ્રષ્ટ છે, તેમનો ભ્રષ્ટાચાર ભૂંસી નાખવાને બદલે રાષ્ટ્રવાદી સૂત્રોચ્ચાર કરે છે. મુઝફ્ફરનગરમાં નાગરિકતા સુધારો કાયદાના […]

India
thandi 6 કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિત/  યુપી પોલીસ પર પ્રહાર કરતા કહ્યું - અમારી અડધાથી વધુ પોલીસ ભ્રષ્ટ છે

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં, સ્થાનિક લોકો દ્વારા પોલીસ ઉપર આક્ષેપો કર્યા બાદ રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિતે હવે યુપી પોલીસ અને સરકાર પર મોટો હુમલો કર્યો છે. સંદીપ દિક્ષિત કહે છે કે અમારી અડધાથી વધુ પોલીસ ભ્રષ્ટ છે, તેમનો ભ્રષ્ટાચાર ભૂંસી નાખવાને બદલે રાષ્ટ્રવાદી સૂત્રોચ્ચાર કરે છે.

મુઝફ્ફરનગરમાં નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં હિંસા થઈ હતી, ત્યારબાદ કેટલાક સ્થાનિક રહીશોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેમના મકાનમાં તોડફોડ કરી હતી અને સામાન છીનવી લીધો હતો.

હવે આ વિવાદ અંગે કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષિતે કહ્યું હતું કે, અમારી અડધાથી વધુ પોલીસ ભ્રષ્ટ છે, તેઓ તેમનો ભ્રષ્ટાચાર કેવી રીતે ભૂંસી શકે? તો સૌ પ્રથમ તમે રાષ્ટ્રવાદી પ્રકારનું સૂત્ર લો, બતાવો કે અમે આવા કામ કરીએ છીએ જેમાં સવાલ પૂછવામાં ન આવે. જેટલી ભ્રષ્ટ સંસ્થા તેટલા વધુ રાષ્ટ્રવાદની વાત કરે છે. જ્યારે કોઈ પણ પોલીસ કે સૈન્યએ આવા સૂત્રોચ્ચાર કરે ત્યારે  તે કાળા કર્મો છુપાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે મુઝફ્ફરનગરના રહેવાસી હાજી અનવરે જણાવ્યું હતું કે, તેના ઘરે પોલીસે કેવી રીતે ઉત્પાત મચાવ્યો હતો. હાજી અનવરે કહ્યું કે માર્ચમાં તેની બે દીકરીઓના લગ્ન છે. આ માટે તેણે ઘરમાં દહેજની વસ્તુઓ ભેગી કરી હતી. પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસકર્મીએ ઉપદ્રવની રાત્રે મકાનમાં તોડફોડ કરી હતી, ત્યારથી લગ્ન માટે જમા કરાયેલ સોના-ચાંદી સહિત લાખની રોકડ રકમ પણ ગાયબ છે.

ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં સીએએ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે, યુપીમાં દેખાવો દરમિયાન 19 લોકોનાં મોત નીપજ્યાં છે. મેરઠ, બિજનોર, મુઝફ્ફરનગર, લખનઉ સહિતના અનેક શહેરોમાં પણ હિંસા થઈ હતી. આજે શુક્રવારે પોલીસે રાજ્યના 14 જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.