Not Set/ 2019માં ભારતીય રેલ્વેમાં અકસ્માતથી એકપણ યાત્રીનું મૃત્યુ નહિ!: 166 વર્ષનાં ભારતીય રેલ્વેનાં ઈતિહાસમાં જાનહાની વગરનું પ્રથમ વર્ષ

2019માં ભારતીય રેલ્વેમાં અકસ્માતથી એકપણ યાત્રીનું મૃત્યુ નહિ! : 166 વર્ષનાં ભારતીય રેલ્વેનાં ઈતિહાસમાં જાનહાની વગરનું પ્રથમ વર્ષ પસાર થયું. PM મોદી સરકાર દ્વારા ભારતીય રેલ્વેમાં મુસાફરોની યાત્રાને સુવિધાસભર અને સલામત બનાવવાનાં પ્રયત્નોમાં મળી સફળતા. મોદી સરકારનાં નેતૃત્વમાં ભારતીય રેલ્વેમાં ટ્રેન અકસ્માતોમાં ભારે ઘટાડો : એક સમયે ટ્રેન દુર્ઘટનામાં વર્ષ દરમિયાન હજારો લોકો ઘાયલ થતા અને […]

India
INDIAN RAILWAY modi 2019માં ભારતીય રેલ્વેમાં અકસ્માતથી એકપણ યાત્રીનું મૃત્યુ નહિ!: 166 વર્ષનાં ભારતીય રેલ્વેનાં ઈતિહાસમાં જાનહાની વગરનું પ્રથમ વર્ષ

2019માં ભારતીય રેલ્વેમાં અકસ્માતથી એકપણ યાત્રીનું મૃત્યુ નહિ! : 166 વર્ષનાં ભારતીય રેલ્વેનાં ઈતિહાસમાં જાનહાની વગરનું પ્રથમ વર્ષ પસાર થયું. PM મોદી સરકાર દ્વારા ભારતીય રેલ્વેમાં મુસાફરોની યાત્રાને સુવિધાસભર અને સલામત બનાવવાનાં પ્રયત્નોમાં મળી સફળતા.

મોદી સરકારનાં નેતૃત્વમાં ભારતીય રેલ્વેમાં ટ્રેન અકસ્માતોમાં ભારે ઘટાડો : એક સમયે ટ્રેન દુર્ઘટનામાં વર્ષ દરમિયાન હજારો લોકો ઘાયલ થતા અને મૃત્યુ પામતા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રેલ્વેને સુવિધાસભર અને સલામત બનાવવાની દિશામાં ક્રાંતિકારી કાર્યો કરી હકારાત્મક પરિણામ મેળવ્યા છે. 2019નાં સમગ્ર વર્ષ દરમિયાન રેલ્વે દ્વારા ફક્ત 59 અકસ્માતો નોંધાયા છે જેમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. ભારતીય રેલ્વેએ 166 વર્ષ પહેલા તેમની કામગીરી શરૂ કરી ત્યારથી લઈ આજ સુધીમાં સૌ પ્રથમ વખત વર્ષ 2019નાં એક વર્ષનાં સમયગાળામાં રેલ્વેમાં એકપણ મુસાફરોનું મોત નોંધાયું નથી. વર્ષ 2019નું વર્ષ ભારતીય રેલ્વે માટે સૌથી સલામત વર્ષ તરીકે રહ્યું છે. પ્રસ્તુત છે ભારતીય રેલ્વેની સલામતી વિષયક વધુ વિગતો..

વર્ષ 2018-19 ભારતીય રેલ્વે માટે સૌથી સલામત વર્ષ હતું, ભારતીય રેલ્વે માટે આ એક મોટી સિદ્ધિ છે. વર્ષ 2018-19માં રેલ્વેમાં એકપણ મુસાફરોનાં મૃત્યુ ન થતા આ આખું વર્ષ ભારતીય રેલ્વે માટે સૌથી સલામત વર્ષ બની ગયું છે. ભારતીય રેલ્વેનાં 166 વર્ષોનાં ઈતિહાસમાં આવું સૌ પ્રથમ વખત બન્યું છે જ્યારે ભારતીય રેલ્વે દ્વારા અકસ્માતમાં શૂન્ય મોત નોંધાઈ હોય. આ ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોમાં રેલ્વેનાં અકસ્માતોમાં 95% ઘટાડો થયો છે, જો આપણે પરિણામી અકસ્માતોની વાત કરીએ જેમાં ટ્રેન ભટરાઈ હોય, ટ્રેનમાં આગ લાગી હોય કે લેવલ ક્રોસિંગ અકસ્માતો અને પાટા પરથી કાપ મૂકવાનો સમાવેશ થાય છે તો તેમાં છેલ્લા 38 વર્ષથી મોટા પ્રમાણમાં 95% ઘટાડો થયો છે.

વર્ષ 2017-18માં કુલ 73 રેલ અકસ્માત થયા હતા, જે 2018-19માં ઘટીને 59 થઈ ગયા છે. ટકાવારી મુજબ પણ અકસ્માતોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે: મિલિયન કિલોમીટર દીઠ થયેલા અકસ્માતો હવે 2018-19માં 0.06ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયા છે, જે તેને ફરીથી ભારતીય રેલ્વે માટે સલામત વર્ષ બનાવે છે. આ પરથી પ્રધાનમંત્રી મોદીજીએ ભારતીય રેલ્વે માટે કરેલા પ્રયાસો-પ્રયત્નો પ્રશંસા પામી રહ્યાં છે.

મોદી સરકારનાં નેતૃત્વમાં ભારતીય રેલ્વેનાં ઐતિહાસિક વર્ષ દરમિયાન ટ્રેન અકસ્માતોમાં પણ ભારે ઘટાડો થયો છે, જેના કારણે ટ્રેનની મુસાફરી સૌ માટે વધુ સુરક્ષિત અને તમામ મુસાફરો માટે સુવિધાસભર બની ગઈ છે. વર્ષ 1960-61માં ટ્રેનના કુલ 2131 અકસ્માત થયા હતા. વર્ષ 1970-71 સુધીમાં ટ્રેન અકસ્માતો 840 સુધી ઘટાડવામાં આવ્યા હતા. વર્ષ 1980-81 સુધીમાં કુલ 1013 ટ્રેન અકસ્માતો નોંધાયા હતા. વર્ષ 1990-91માં કુલ 532 ટ્રેન અકસ્માતો નોંધાયા હતા. વર્ષ 1990-1995 વચ્ચે 500 ટ્રેન અકસ્માતો થયા જેના પરિણામે 2400 લોકો મૃત્યુ પામ્યા અને 4300 ઈજાઓ થઈ હતી. 2013-2018ની વચ્ચે દર વર્ષે સરેરાશ 110 અકસ્માતો બન્યા, જેમાં 990 મુસાફરો મરી ગયા, અને 1500 ઘાયલ થયા.

વર્ષ 2010-11 સુધીમાં ટ્રેન દુર્ઘટનાઓ ઘટીને 141 કેસો નોંધાઈ છે, જે હવે મોદી સરકારનાં નેતૃત્વમાં ઘટીને માત્ર 59 થઈ ગઈ છે. આટલું જ નહીં મોદી સરકાર રેલ્વેની આપદા કાર્યવાહીમાં સુધાર લાવવા માટે 175 ટનવાળી ક્રેન, સ્વયં સંચાલિત દુર્ઘટના રાહત ચિકિત્સા વેન સહિત મોટા પ્રમાણમાં ચિકિત્સા ઉપકરણોની ખરીદી કરવા જઈ રહી છે જે ભારતીય રેલ્વેની મુસાફરીને સૌથી સલામત, સુવિધાસભર અને ઝડપી બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.