Not Set/ સુબ્રમણ્યમ સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન, JNU ને ઓછામાં ઓછા બે વર્ષ બંધ રાખવું જોઇએ

ભાજપનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારે ફરી એકવાર નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) બંધ કરવાની સલાહ આપી હતી. સ્વામીએ અમદાવાદનાં થલતેજમાં ખાનગી યુનિવર્સિટીનાં કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, સરકારે જેએનયુને લઇને એક મોટું પગલું ભરવું જોઈએ. તેની સફાઈ માટે, તેને ઓછામાં ઓછા બે વર્ષ માટે બંધ રાખવું જોઈએ અને જ્યારે […]

Top Stories Ahmedabad Gujarat
subramanian swamy1 સુબ્રમણ્યમ સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન, JNU ને ઓછામાં ઓછા બે વર્ષ બંધ રાખવું જોઇએ

ભાજપનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારે ફરી એકવાર નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) બંધ કરવાની સલાહ આપી હતી. સ્વામીએ અમદાવાદનાં થલતેજમાં ખાનગી યુનિવર્સિટીનાં કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, સરકારે જેએનયુને લઇને એક મોટું પગલું ભરવું જોઈએ. તેની સફાઈ માટે, તેને ઓછામાં ઓછા બે વર્ષ માટે બંધ રાખવું જોઈએ અને જ્યારે તે શરૂ થાય છે, ત્યારે તેનું નામ બદલીને સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી કરી દેવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે, બંધ કર્યા પહેલા સારા વિદ્યાર્થીઓને દિલ્હી યુનિવર્સિટી અથવા અન્ય સ્થાનાંતરિત કરવામાં આવવા જોઈએ અને હુલ્લડબાજી કરનારાઓને બહાર કરી દેવા જોઇએ. સ્વામીએ કહ્યું કે, પહેલેથી જ નહેરુનાં નામ પર ઘણી સંસ્થાઓ છે, તેથી જેએનયુનું નામ બદલવું જોઈએ. સ્વામીએ દાવો કર્યો હતો કે, જેએનયુ અને અન્યત્ર થઈ રહેલા નાગરિકતા સુધારો કાયદા અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરનાં હિંસક વિરોધ પાછળ પણ આતંકવાદીઓ અને વિદેશી તત્વોનો હાથ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ દેશની અર્થવ્યવસ્થા પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા ખૂબ નબળી સ્થિતિમાં પહોચી ગઇ છે. તેમનું એમ પણ કહેવું છે કે રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે ‘ટેક્સ ટેરરિઝમ’ પર નિયંત્રણ લાવવું જોઈએ. તેમણે કહ્યું હતું કે બધું જ ડાઉનસ્ટ્રીમ થઈ રહ્યું છે. જો આમ જ ચાલુ રહેશે, તો બેંકોનું કાર્ય બંધ થઇ જશે, એનબીએફસી બંધ થઈ જશે અને આના ખૂબ નબળા પરિણામો આવશે. તેમણે ઉમેર્યું, ‘જે પગલાં લેવામાં આવી શકે છે તે પૈકી પહેલા આવકવેરા નાબૂદ કરવાની જરૂર છે.

આપણા દેશમાં ‘ટેક્સ ટેરરિઝમ’ ને કાબૂમાં લેવાની જરૂર છે જેથી લોકો રોકાણ કરવાનું શરૂ કરે અને ‘ટેક્સમેન’ થી ડરે નહીં. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ, ‘હાલમાં આપણે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે માંગની અછત છે. આપણી પાસે સારો સપ્લાય છે. તેથી, સરકારે નોટ છાપી અને તે લોકોને આપવાની જરૂર છે, જેથી માંગ વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.