Not Set/ ગાંધીનગર/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમની ગુજરાતની મુલાકાતે આવેલા છે. આજે સવારે તેમણે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 100 ફૂટની ઊંચાઈ પર 30 ફૂટ X 20 ફૂટના રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરાવ્યું હતું. સાથે સાથે રેલવે સ્ટેશન ખાતે કરશે વિવિધ વિકાસ કર્યોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. જેમાં સાણંદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3નો વિસ્તાર, સાણંદ -છારોડી રેલવે […]

Uncategorized
અમિત શાહ ગાંધીનગર/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમની ગુજરાતની મુલાકાતે આવેલા છે. આજે સવારે તેમણે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 100 ફૂટની ઊંચાઈ પર 30 ફૂટ X 20 ફૂટના રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરાવ્યું હતું. સાથે સાથે રેલવે સ્ટેશન ખાતે કરશે વિવિધ વિકાસ કર્યોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

જેમાં સાણંદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3નો વિસ્તાર, સાણંદ -છારોડી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મના વિકાસનું ઉદ્ઘાટન, કલોલ પેસેન્જર ઈંફોર્મશન સિસ્ટમ, સાબરમતી, ગાંધીનગર, ખોડિયાર, અંજાર, રખિયાલ સ્ટેશન પર ફ્રી વાઈફાઈ સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. સાબરમતી સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ચાર્ટ ડિસ્પ્લે,  કોચ ગાઈડન્સ ડિસ્પ્લે બોર્ડ, કમ્પ્યુટરાઈઝ ટ્રેન ઇન્ફર્મેશન સિસ્ટમ સહિત અન્ય સુવિધાનું લોકાર્પણ કર્યુંહતું.

ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી ના હસ્તે મહાત્મા મંદિર કન્વેનશન હોલ ખાતે ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ કરવામાં આવ્યો છે. ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’ સાયબર ક્રાઈમના વધતા ગુનાઓને અટકાવવા તેમજ શોધવામાં મદદરૂપ બનશે. જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. વીડિયો એનાલિસિસ થકી ગુનાનો ભેદ ઉકેલી શકાશે. સાથે સાથે તેમને  બ્રેઇલ લિપિમાં બનાવેલી પોસ્ટ ખાતાની  પુસ્તિકા “સેવા સુરક્ષા સંવેદના’ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. રાજ્યની ઓળખ સમાન બનાવેલા પોસ્ટ ખાતાના પોસ્ટર કવરનું પણ વિમોચન કર્યું છે.

 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા ગુજરાત આવ્યા છે,  ત્યારે ગાંધીનગર ખાતે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’ શું છે…?

સાયબર ક્રાઈમના વધતા ગુનાઓને અટકાવવા તેમજ શોધવામાં મદદરૂપ એક એપ્લીકેશન  સરકાર દ્વારા બનાવવામાં આવી છે.  પ્રથમ તબક્કામાં 41 શહેરમાં 125 સ્થળો 7000 CCTV કેમેરાથી આવરી લેવામાં આવશે. સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે મદદરૂપ થશે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. જિલ્લાઓ સાથે  સંકલન કરીને રાજ્ય કક્ષાનું કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના કેમેરાઓને સંકલિત કરવામાં આવશે. જેમાં ટોલ પ્લાઝા, આરટીઓ, બોર્ડર તથા ચેકપોસ્ટના તમામ કેમેરાઓનું સંકલન કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.